ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan teenage pacer Naseem Shah not to return home for mothers funeral

ક્રિકેટ / આ ક્રિકેટર પોતાની મેચ રમવાં માટે માતાના અંતિમ સંસ્કારમાં ના ગયો

Published By: Noor

Last Updated: 05:26 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિડની: હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં હવે તે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનની ટીમમાં 16 વર્ષીય ફાસ્ટ બોલર નસીમ શાહને પણ સામેલ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નશીમને પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ADVERTISEMENT

  • પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 
  • 16 વર્ષીય ફાસ્ટ બોલર નસીમ શાહની માતાનું નિધન
  • નસીમ ટીમને છોડી માતાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થયો

પ્રથમ ટેસ્ટ પહેલાં પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા-એ સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ દરમિયાન નસીમની માતાનું નિધન થયું. નસીમ માટે આ આઘાતના સમાચાર હતા, પરંતુ તેણે નિર્ણય કર્યો કે તે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય અને ટીમની સાથે જોડાયેલો રહેશે. નસીમની માતાના ગઈ કાલે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

નસીમે આ નિર્ણય પોતાના પરિવારજનો સાથેની વાતચીત બાદ લીધો. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-એના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઊતર્યા હતા. જોકે નસીમ પ્રેક્ટિસ મેચના પ્રથમ અને બીજા દિવસે રમતો નજરે પડ્યો નહોતો.

નસીમની ફર્સ્ટ ક્લાસ કરિયર ઘણી ટૂંકી છે, પરંતુ તે પોતાના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગત વર્ષે જ એન્ટ્રી કરી છે. તેણે અત્યાર સુધી છ ફર્સ્ટ ક્લાસ મેચ, ચાર ટી-20 અને ફક્ત એક લિસ્ટ-એ મેચ રમી છે. આ જમણેરી ફાસ્ટ બોલરે છ ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 26 વિકેટ લીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket Mothers Funeral Naseem Shah pakistan ઓક્ટ્રેલિયા પાકિસ્તાન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ