બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / others tokyo olympics indian women boxer lavlina borgohain reached semi finals medla confirmed
Last Updated: 09:41 AM, 30 July 2021
ADVERTISEMENT

બોક્સર લવલીએ ઓલમ્પિકમાં ભારતનો બીજો મેડલ પાક્કો કર્યો
ADVERTISEMENT
ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેએ ટોક્યો ઓલમ્પિકમાં ભારતનો બીજો મેડલ પાક્કો કર્યો છે. તે વેલ્ટરવેટ કેટેગરી(64-69 કિગ્રા)ના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેની સાથે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ ગયો છે. તે પહેલી વાર ઓલમ્પિકમાં ઉતરી રહી છે. ક્વાર્ટર ફાઈનલની સ્પર્ધામાં લવલીનાએ ચીની તાઈપે કી નિએન ચિનચેન ને 4-1 થી હરાવી છે. પહેલા રાઉન્ડમાં તેમને બાઈ મળી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં 16ની ટક્કરમાં તેમણે જર્મનીના 35 વર્ષની બોક્સર નેદિને અપેટ્જને 3-2થી હરાવી હતી. આ પહેલા મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે.
CREATES HISTORY 🤩@LovlinaBorgohai puts up a brilliant performance and secures 1st medal for 🇮🇳 from boxing in 69 kg at @Tokyo2020 She beat Chinese Taipei's Chen NC 4-1 in QF to reach semis 🥳#RingKeBaazigar#boxing#Tokyo2020#Cheer4India#TeamIndia pic.twitter.com/28cpzoUxZY
— Boxing Federation (@BFI_official) July 30, 2021
ADVERTISEMENT
ઓલમ્પિક ઈતિહાસમાં ફક્ત 2 મહિલા બોક્સર જીતી શકી છે
ADVERTISEMENT
લવલીના બોરગોહેન વિશ્વ ચેમ્પિયનશિપમાં વધુ બે અને એશિયાઈ ચેમ્પિયનશિપમાં એક વાર બ્રોન્ઝ વિજેતા રહી ચૂકી છે. લવલીનાની પહેલા મહિલા બોક્સર એમસી મેરીકોમે 2012 લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલમ્પિક ઈતિહાસમાં ફક્ત 2 મહિલા બોક્સર જીતી શકી છે. ત્યારે પુરુષ કેટેગરીમાં 2008 બેજિંગ ઓલમ્પિકમાં વિજેન્દર સિંહના બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.