બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / others tokyo olympics indian hockey team registered third win beat argentina enter quarter final
Last Updated: 09:04 AM, 29 July 2021
ADVERTISEMENT
ભારતીય પુરુષ હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં
ભારતીય પુરુષ હોકી ટીમે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે પોતાના ચોથી મેચમાં 2016માં રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટીના ટીમને 3-1થી માત આપી છે. ટીમની આ ચાર મેચ ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેન્ટીનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને ફક્ત ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ -એ પાતાના અંતિમ મુકાબલામાં 30 જુલાઈએ મેજબાન જાપાન સામે ટક્કર જીલશે.
ADVERTISEMENT

ભારતે આર્જેન્ટીના ટીમને 3-1થી માત આપી
ADVERTISEMENT
મેચમાં ભારત અને આર્જેન્ટીના બન્નેએ સરખી શરુઆત કરી પહેલા ક્વાર્ટરમાં કોઈ ગોલ ન થયો. બીજા ક્વાર્ટરમાં બન્ને ટીમ ગોલ ન કરી શકી. હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 બરાબર હતો. બન્ને ટીમો પહેલા 30 મિનિટમાં એક પણ પેનલ્ટી કોર્નર ન મેળવી શકી. 43મી મિનિટે પેનલ્ટી કોર્નર પર વરુણ કુમારે ગોલ કરી ભારતને 1-0 થી આગળ ધપાવ્યુ.
ચોથા ક્વાર્ટરમાં ભારતના 2 ગોલ
ADVERTISEMENT
આર્જેન્ટીના ચોથા ક્વાર્ટરમાં પાછુ ફર્યુ, 48મી મિનિટે મૈકો સ્કૂથે પેનલ્ટી કોર્નર પર ગોલ કરી સ્કોર 1-1 બરાબર કર્યો. આ બાદ બન્ને ટીમોએ આક્ર્મક ખેલ દર્શાવ્યો. 58 માં મિનિટમાં ભારત તરફથી વિવેક સાગરે મેદાની ગોલ કરીને ટીમ 2-1નો વધારો નોંધાવ્યો. ફરી 59 મી મિનિટમાં હરમનપ્રીત સિંહે કોર્નર પર ગોલ કરવાની ટીમને 3-1ની આગળ રહ્યા છે. ભારતને કુલ 8 કોર્નર મળ્યા અને બે ભારતે ગોલ કર્યા.

ADVERTISEMENT
ભારત ગ્રુપમાં બીજા નંબર પર
ત્રીજી જીત સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ એમાં 9 અંક સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના તમામ 4 મેચ જીત્યા છે. 12 અંકની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝિલેન્ડ અને આર્જેન્ટીના તીનો ટીમના 4-4 મેચ બાદ 4-4 અંક છે. પરંતુ ગોલ સહિત આધાર પર સ્પેન ત્રીજા, ન્યૂઝિલેન્ડ ચોથા અને આર્જેન્ટિના ટીમ 5માં સ્થાન પર છે. યજમાન જાપાનના 4 મેચમાં 1 અંક છે. ટીમે અત્યાર સુધીની કોઈ મેચ જીતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.