બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / વિશ્વ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Oscar winning director Regina King son Ian Alexander commits suicide was only 26 years old

શોકિંગ / ઓસ્કાર વિનિંગ ડાયરેક્ટરના દીકરાએ 26 વર્ષની વયે આપઘાત કરી લેતા ખળભળાટ, હોલિવૂડમાં શોકની લહેર

Published By: Ronak

Last Updated: 04:11 PM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયરેક્ટર રેજિના કિંગના પ્રવક્તાએ પબ્લિકમાં આવીને એલેકઝાંડરના મૃત્યુની પુષ્ટિ કરી છે. રેજિનાના એકમાત્ર પુત્ર દ્વારા ૨૬ વર્ષની ઉંમરમાં આવું પગલું લેવાને કારણે બધા હેરાન છે.

  • રેજિનાના પુત્ર એલેકઝાંડરે માત્ર ૨૬ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી
  • રેજિનાએ ખુદ કરી પુત્રના નિધનની પુષ્ટિ
  • સેલીબ્સ વધારી રહ્યાં છે રેજિનાનો હોસલો


એલેકઝાંડરે કરી આત્મહત્યા
હોલીવુડની દુનિયાથી એક બેહદ દુખદ સમાચાર સામે આવ્યા છે. હોલીવુડની લોકપ્રિય એક્ટ્રેસ અને ડાયરેક્ટર રેજિના કિંગના એક માત્ર પુત્ર એલેકઝાંડરે ૨૬ વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી છે. આ ખબરથી સમગ્ર હોલીવુડ ઇંડસ્ટ્રી શોકમાં છે. હજી ગયા બુધવારના રોજ એલેકઝાંડરે પોતાનો 26મો જન્મદિવસ મનાવ્યો હતો. તેમનાં પરિવાર તથા ખાસ કરીને રેજિના કિંગ માટે આ ઘટના અત્યંત ભયાવહ છે. તેમના સ્પોક્સ્પર્સને પબ્લિકમાં આવીને કહ્યું કે એમનો પરિવાર આ ઘટના બાદ સમગ્ર રીતે તૂટી ચુક્યો છે. તેઓ હજી સમજી શક્યા નથી કે આ બધું કેમ અને કઈ રીતે થયું. ઇયાનના અચાનક મૃત્યુ પર હોલીવુડની ઘણી મોટી હસ્તીઓએ શોક જતાવ્યો છે તથા તેમણે રેજિનાના આ ખરાબ સમયમાં સાથ આપવાની વાત કરી છે.

રેજિનાએ ખુદ કર્યું પોતાનાં પુત્રના નિધનનું પુષ્ટીકરણ
રેજિનાએ પીપલ્સને આપવામાં આવેલા એક નિવેદનમાં ઇયાનના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે આ નિવેદનમાં કહ્યું છે કે તે એક ચમકતા તારા જેવો હતો જે અન્યોની ખુશીનું ધ્યાન રાખતો હતો. રેજિનાએ આ ખરાબ સમયમાં એકલા રહેવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે અમારો પરિવાર ઈચ્છે છે કે આ પ્રાયવેટ સમયમાં સમ્માનપૂર્વક તેમને રહેવા દેવામાં આવે. બુધવારે જ ઇયાને સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક અજીબ કન્સર્નવાળી પોસ્ટ કરી હતી. જેને કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમનાં નિધન પાછળ માનસિક કારણ હોવું જોઈએ.

 


મુશ્કેલીભર્યા સમયમાં સેલીબ્સ વધારી રહ્યાં છે રેજિનાનો હોસલો
રેજિનાના એકમાત્ર પુત્રના માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં આવું પગલું ભરવા પર બધા હેરાન છે. રેજિના હોલીવુડ ઇંડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ તથા નિર્દેશક છે. તેમને પ્રતિષ્ઠિત સમ્માન ઓસ્કાર પણ મળી ચૂક્યો છે. એમના પુત્રના નિધન પર ફિલ્મ ઇંડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ શોક જતાવી રહી છે. જેનેટ જેક્સને ઇનસ્ટાગ્રામ પર લખ્યું છે કે મને ઇયાન વિષે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. પ્લીઝ યાદ રાખો કે હું અહિ તમારી સાથે છું. આ જ રીતે ઘણાં અન્ય સેલીબ્સે આ મુશ્કેલ સમયમાં રેજિનાનો હોસલો વધાર્યો છે. રેજિના પણ આ દુખની ઘડીમાં પોતાને બધાંથી અલગ રાખી રહી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Hollywood Suicide આત્મહત્યા રેજિના કિંગ હોલીવુડ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ