ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બાલ્કનીમાં નહીં રાખી શકાય કુંડા, જો અકસ્માત થયો તો સીધી જ ફ્લેટ માલિક સામે થશે FIR

સાવધાન / બાલ્કનીમાં નહીં રાખી શકાય કુંડા, જો અકસ્માત થયો તો સીધી જ ફ્લેટ માલિક સામે થશે FIR

Published By: Vishal Dave

Last Updated: 10:57 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેની એક સોસાયટીમાં તાજેતરમાં બનેલી દુ:ખદ ઘટના બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યાં બાલ્કનીની દિવાલ પર રાખેલું કુંડું નીચે પડી ગયું હતું, આ કુંડું નીચે રમી રહેલા એક બાળક પર પડ્યું અને બાળકનું મોત નીપજ્યું.

ADVERTISEMENT

જો તમે નોઈડાની કોઈપણ હાઇ રાઇઝ સોસાયટીમાં રહો છો અને તમારી બાલ્કનીને છોડથી સજાવવાના શોખીન છો, તો હવે સાવધાન થઈ જાઓ. નોઈડા ઓથોરિટીએ એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં બાલ્કની રાખેલા કુંડા હટાવી લેવા આદેશ કરાયો છે, અને કુંડું નીચે પડવાથી કોઇ ઇજા કે મોત થશે તો ફ્લેટ માલિક સામે FIR દાખલ થઇ શકે છે. દિવાલો પર રાખવામાં આવેલા કુંડા સહિતની અન્ય વસ્તુ અંગે કડક ચેતવણી આપવામાં આવી છે. જો તે નીચે પડવાથી અકસ્માત થાય છે, તો માત્ર બિલ્ડર અથવા AOA સામે જ નહીં પરંતુ ફ્લેટ માલિક સામે પણ FIR દાખલ થઇ શકે છે.

Vtv App Promotion

કેમ લેવાયો આ નિર્ણય ?

પુણેની એક સોસાયટીમાં તાજેતરમાં બનેલી દુ:ખદ ઘટના બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યાં બાલ્કનીની દિવાલ પર રાખેલું કુંડું નીચે પડી ગયું હતું, આ કુંડું નીચે રમી રહેલા એક બાળક પર પડ્યું અને બાળકનું મોત નીપજ્યું.. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ, નોઈડા ઓથોરિટીએ આ સાવચેતીના સૂચનો જારી કર્યા છે.

કોની-કોની જવાબદારી ?

ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જો ફ્લેટની બાલ્કનીમાંથી કુંડું પડી જાય અને કોઈ અકસ્માત સર્જાય, તો સંબંધિત એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA), બિલ્ડર અને ફ્લેટ માલિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, AOAને સોસાયટીના તમામ રહેવાસીઓને આ અંગે જાગૃત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

AOAને કહેવાયું કે વિવિધ માધ્યમોથી લોકોને જાણ કરે

હવે, AOA ની જવાબદારી રહેશે કે તેઓ સોસાયટીના વોટ્સએપ ગ્રુપ, નોટિસ બોર્ડ અને અન્ય માધ્યમો દ્વારા લોકોને જાણ કરે કે તેઓએ બાલ્કનીની દિવાલો પર કુંડા કે એવી કોઇ ભારે વસ્તું ન રાખે જે કોઇના માટે જીવલેણ બની શકે.. ભવિષ્યમાં કોઈ જીવલેણ ઘટના ન બને તે માટે સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જબરા જયશંકર! ઓપરેશન સિંદૂર બાદ મોદી સરકારે આપી આ સ્પેશિયલ સુવિધા, જાણીને કહેશો 'બરાબર છે'

નોએડામાં લોકો આ રીતે બાલ્કનીમાં કુંડા રાખવાના શોખીન

નોઈડાની મોટાભાગની ઊંચી સોસાયટીઓમાં, લોકો તેમની બાલ્કનીઓને સજાવવા માટે કુંડા રાખે છે. પરંતુ હવે એ જ સજાવટ કોઈના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો કુંડા બાલ્કની પર રાખવામાં આવે અને તે પડી જવાથી અકસ્માત થાય, તો બેદરકારી માટે કાનૂની જવાબદારી નક્કી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flat Owner Pots in the Balcony Accident

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ