બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Only men have been playing garba in Porbandar for the past 99 years

પરંપરા / ગુજરાતનાં આ ગામમાં 99 વર્ષથી દર નવરાત્રીમાં માત્ર પુરુષો રમે છે ગરબા: માથે ટોપી ફરજિયાત અને લોકો મોઢે જ ગાય છે ગરબા

Published By: Parth

Last Updated: 09:38 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં છેલ્લા 99 વર્ષથી પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં પુરુષો માથે ટોપી પહેરીને માતાજીની આરાધના કરે છે.

  • ગુજરાતભરમાં નવલા નોરતાની ઉજવણી 
  • પોરબંદરમાં 99 વર્ષથી માત્ર પુરુષો રમે છે ગરબા 
  • માઇક વિના મોઢેથી ગાય છે ગરબા 

ગુજરાતમાં હવે મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમવાનો ટ્રેન્ડ છે.  જોકે ઘણી બધી જગ્યાએ વર્ષોથી ચાલી આવતી પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે. પોરબંદરના એક ગામમાં 99 વર્ષથી માત્ર પુરુષો જ ગરબા રમે છે. પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા માઇક વીના પરંપરાગત ટોપી પહેરી ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 98 વર્ષથી યોજાતી દિવેચા કોળી સમાજની પરંપરાગત ગરબીનો આ વર્ષે 99 માં વર્ષમાં પ્રવેશ થયો છે.  

મહિલાઓને ગરબા રમવાની મનાઈ 
આધુનિક યુગ માં લોકો વેસ્ટન કલચર તરફ આગળ વધી રહ્યા છે.પોરબંદર જિલ્લા માં પણ પ્રાચીન, અર્વાચીન સહિતની ગરબીઓ રમાઇ રહી છે. નવરાત્રિના પવિત્ર તહેવારમાં પોરબંદરમાં પણ શેરી ગલી તેમજ મોટી ગરબીઓનું ડીજેના તાલે આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પોરબંદરની એક અનોખી ગરબી કે જ્યાં માત્ર પુરૂષો ગરબી રમે છે. 

પરંપરાગત રીતે વાજિંત્રો સાથે ગરબા  
પોરબંદર શહેરના લીમડાચોક વિસ્તારમાં આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરમાં છેલ્લા 98 વર્ષથી પુરૂષ ટોપી પહેરી માઇક વીના હારમોનીયમ તેમજ મોઢેથી માતાજીના ગરબા ગાઇને નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાલી માતાજીના મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને રમવાની મનાઇ છે. ગરબીમાં માથુ ઉઘાડું ચાલે નહીં.

પોરબંદરની ગૌરવરૂપ અને ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ વિદેશના મેગેઝીનોમાં લેખરૂપે પ્રસિદ્ધ થતા દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે. દિવેચા કોળી સમાજની માઇક વીનાની યોજાતી ગરબી આ વર્ષે 99માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. માતાજીના પ્રથમ નોરતે બાળકો, યુવાનો, વડિલો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2023 porbandar નવરાત્રી 2023 પોરબંદર Navratri 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ