ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે શાનદાર ઓફર, 1 હજાર રૂપિયાનો થશે ફાયદો

વિશેષ ઓફર / મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે શાનદાર ઓફર, 1 હજાર રૂપિયાનો થશે ફાયદો

Last Updated: 11:16 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ 78મા સ્વતંત્રતા પર્વને લઇને તેની એરફાઇબર સેવાના વપરાશકર્તાઓ માટે એક વિશેષ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ, ગ્રાહકો 26 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી જિયોનું એરફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન સ્થાપિત કરીને 1000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

ADVERTISEMENT

સમગ્ર દેશમાં આગામી 15 ઓગસ્ટના રોજ 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થશે. ટેલિકોમ ક્ષેત્રની ઘણી કંપનીઓ આ પ્રસંગને તમામ દેશવાસીઓ માટે ખાસ બનાવવા માંગે છે. રિલાયન્સ જિયો તેમાંથી એક છે. રિલાયન્સ જિયોએ 78મા સ્વતંત્રતા પર્વને લઇને તેની એરફાઇબર સેવાના વપરાશકર્તાઓ માટે એક વિશેષ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ, ગ્રાહકો 26 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી જિયોનું એરફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન સ્થાપિત કરીને 1000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

સામાન્ય દિવસોમાં 1000 રૂપિયાનો વધારાનો ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો હોય છે,

સામાન્ય દિવસોમાં જો તમે રિલાયન્સ જિયોનું નવું એરફાઇબર કનેક્શન ઇન્સ્ટોલ કરો છો, તો તમારે 1000 રૂપિયાનો વધારાનો ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો હોય છે, પરંતુ સ્વાતંત્ર્ય પર્વને લઇને 26 જૂલાઇથી 15 ઓગસ્ટ સુધી કંપનીએ તેના નવા વપરાશકર્તાઓને મફતમાં એરફાઇબર કનેક્શન ઇન્સ્ટોલ કરવાની ઓફર આપી છે. જોકે, આ ઓફર હેઠળ જિયોએ એક શરત પણ મૂકી છે. જિયોના જણાવ્યા અનુસાર, આ ઓફરનો લાભ લેવા માટે એરફાઇબર કનેક્શન ખરીદનારા નવા ગ્રાહકોએ ઓછામાં ઓછા 3 મહિનાનો પ્લાન ખરીદવો પડશે. જિયો ફાઇબરના સૌથી સસ્તા પ્લાનની કિંમત 599 રૂપિયા છે.

કુલ ખર્ચ કેટલો થશે?

જો તમે આ યોજનાનું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન લો છો, તો તમારે કુલ 2121 રૂપિયા (ટેક્સ સાથે) ખર્ચ કરવા પડશે. બીજી તરફ જો તમે સ્વતંત્રતા પર્વની ઓફર વિના સમાન યોજના સાથે નવું કનેક્શન લો છો તમારે કુલ 3100 રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડતો હોય છે. ધ્યાનમાં રાખો કે કંપનીએ આ મર્યાદિત ઓફરમાં ફક્ત ઇન્સ્ટોલેશન ચાર્જમાં છૂટ આપી છે, કંપનીએ માસિક યોજનાની કિંમતમાં કોઈ છૂટ આપી નથી. આ પ્લાનમાં યૂઝર્સને દર મહિને 1 ટીબી ડેટા, 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલ્સ અને 13થી વધુ ઓટીટી એપ્સ મળશે.

હાલમાં એરટેલ અને જિયો ભારતમાં માત્ર બે ટેલિકોમ સેવા પ્રદાતાઓ છે. જિયોએ તેની સેવાનો 5000 થી વધુ શહેરોમાં વિસ્તાર કર્યો છે, જ્યારે એરટેલ પણ તેની એરફાઇબર સેવાનો ખૂબ જ ઝડપથી વિસ્તાર કરી રહી છે. અત્યાર સુધી એરટેલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈ ઓફરની જાહેરાત કરી નથી, પરંતુ આગામી દિવસોમાં કંપની તેની ઓફરની જાહેરાત કરી શકે છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Installation Charge Reliance Jio Jio Fiber
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ