બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આરોગ્ય / omicron more infectious than delta experts reveal why the variant is affecting
Last Updated: 07:25 AM, 8 January 2022
ADVERTISEMENT
બાળકોમાં સંક્રમણની પાછળ બે કારણ હોઈ શકે છે
હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા તેજીતી વધી રહી છે. CDCના તાજા આંકડા મુજબ કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા 672 બાળકો છે. બાળકોમાં સંક્રમણનો વધતા દરને અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે આની પાછળ બે કારણ હોઈ શકે છે. પહેલા આ વસ્તીમાં વેક્સિનેસનનો દર ઓછો અને બીજું ઓમિક્રોનના તેજીથી સંક્રમણ ફેલાવાની ક્ષમતા.
ADVERTISEMENT
જોન હોપ્કિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યૂરિટીના સિનિયર સ્કોલર ડો. અમેશ અદલેજાએ ફોર્બ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, કે કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા મારા માટે કોઈ ચોંકાવનારું ફેક્ટર નથી.

ADVERTISEMENT
શું કહે છે એક્સપર્ટ્સ
એક્સપર્ટ્સના કહેવા મુજબ ઓમિક્રોનની તેજીથી સંક્રમણ ફેલાવાની ક્ષમતાની સાથે બાળકોમાં રસીકરણનો દર ઓછો હોવાનું છે. અમેરિકામાં અત્યાર સુધી 5-11 વર્ષ સુધીના 25 ટકા અને 12-17 વર્ષના 64 ટકા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તો રસીકરણના દાયદામાં નથી આવતા.
ADVERTISEMENT

હાલ ડોક્ટરોની પાસે શરુઆતનો ડેટા
ADVERTISEMENT
ડોક્ટરોના જણાવ્યાનુંસાર હાલ એ કહેવું કે ઓમિક્રોન બીજા કોરોના વેરિએન્ટની સરખામણીએ બાળકોમાં વધારે ગંભીર લક્ષણ પેદા કરશે તે ઉતાવળીયુ ગણાશે. અમેરિકા એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની અધ્યક્ષ લી સેવિયો બિયર્સે જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીમાં બાળકોએ જે હોસ્પિટલમાં કામ કરે છે ત્યાં દાખલ થનારા સંક્રમિત બાળકોમાંથી અડધા બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે.
અમેરિકાનું ન્યૂયોર્ક શહેર સૌથી વધારે કોરોનાગ્રસ્ત શહેર છે. અહીં 19 ડિસેમ્બરે 23 ડિસેમ્બરની વચ્ચે 18 વર્ષ અને તેમની ઉંમરના લગભગ 109 બાળકો હોસ્પિટલમાં દાખલ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.