બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / omicron covid 19 full list of main symptoms revealed fatigue sore throat cough runny nose

તમારા કામનું / ઓમિક્રોનના મેઇન 20 લક્ષણ, જાણો કેટલા દિવસ રહી શકે છે તમારા શરીરમાં

Dharmishtha

Last Updated: 11:52 AM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનના લક્ષણોમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. દરેક દર્દીઓમાં આ લક્ષણ અલગ અલગ રીતે નજરે આવે છે.

  • યુકેની ZOE કોવિડ સ્ટડીમાં ઓમિક્રોનના તમામ 20 લક્ષણોની જાણકારી અપાઈ
  • ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટાની તુલનામાં તેજી ગતિથી જોવા મળે છે
  • ઓમિક્રોન એ લોકોમાં વધારે ગંભીર છે જેમણે રસી નથી લીધી

યુકેની ZOE કોવિડ સ્ટડીમાં ઓમિક્રોનના તમામ 20 લક્ષણોની જાણકારી અપાઈ

કોરોનાના વધતા મામલામાં હાલમાં કોઈ રાહત મળતી જોવા નથી મળી રહી. કોરોનાના મોટાભાગના દર્દી ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છે. ઓમિક્રોનના લક્ષણોમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. દરેક દર્દીઓમાં આ લક્ષણ અલગ અલગ રીતે નજરે આવે છે. યુકેની ZOE કોવિડ સ્ટડીમાં ઓમિક્રોનના તમામ 20 લક્ષણો અંગે જાણકારી આપવામાં આવી છે. સાથે એમ પણ જણાવ્યું છે કે શરીરમાં આ લક્ષણ ઓછામાંથી શરુ થઈને અત્યાર સુધી બનેલા રહ્યા છે. ઓમિક્રોનના મોટા ભાગના દર્દીઓમાં આના મોટાભાગના લક્ષણો જોવા મળી રહ્યા છે.

ઓમિક્રોનના 20 લક્ષણો

માથાનો દુઃખાવો
નાક વહેવુ
થાક લાગવો
છીંક આવવી
ગળામાં ખરાશ
સતત ખાંસી આવવી
કર્કશ અવાજ
ઠંડી લાગવી અથવા કંપારી થવી
તાવ 
ચક્કર આવવા
બ્રેન ફોગ
સુગંધ બદલાઈ જવી
આંખોમાં દુઃખાવો
માસપેશીઓમાં તેજીથી દુઃખાવો
ભૂખ ન લાગવી
સુગંધ ન અનુભવાવી
છાતીમાં દુઃખાવો
ગ્રંથીઓમાં સોજો
નબળાઈ
સ્કિન રૈશેઝ


ક્યાં સુધી રહે છે લક્ષણ

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટાની તુલનામાં તેજી ગતિથી જોવા મળે છે અને તેના ઈનક્યૂબેશન પીરિયડ પણ ઓછો હોય છે. ઓમિક્રોનના દર્દીઓમાં સંક્રમિત થવાથી 2થી 5 દિવસ બાદ લક્ષણો નજરે પડે છે. બ્રિટિશ એપિડેમોલોજિસ્ટ ટિમ સ્પેક્ટર અનુસાર સામાન્ય રીતે ઝુકામ જેવા લક્ષણો ઓમિક્રોનના જ હોય છે. જે સરેરાશ 5 દિવસો સુધી રહે છે. જો કે પ્રતિબંધો, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાની મોટી અસર પડી છે અને આ જ કારણે ફ્લૂના મામલા પણ ઘટ્યા છે.

ઓમિક્રોન એ લોકોમાં વધારે ગંભીર છે જેમણે રસી નથી લીધી

ટિમ સ્પેક્ટરનું કહેવું છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનના લક્ષણ ઓછા દિવસો સુધી રહે છે. લોકોમાં લક્ષણ બહું ઓછા સમય સુધી જોવા મળે છે. ખાસ કરીન પહેલા અઠવાડિયામાં. જો લોકો 5 દિવસ બાદ ટેસ્ટમાં નેગેટિવ આવે છે તેનો મતલબ છે કે આ 5 દિવસમાં આ લક્ષણો આવીને જતા રહ્યા છે. એટલે કે જેટલી સ્પીડમાં જોવા મળે છે. તેટલી સ્પીડમાં જતા રહે છે. મોટાભાગના લોકોમાં ઓમિક્રોનના લક્ષણો 3થી 5 દિવસ રહે છે. વેક્સિનેટેડ લોકોમાં આના લક્ષણો હળવા છે. ઓમિક્રોન એ લોકોમાં વધારે ગંભીર છે. જેમણે કોરોનાની રસીના ડોઝ નથી લીધા.

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 omicron symptoms ઓમિક્રોન કોરોના વાયરસ લક્ષણો omicron
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ