ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Often see Monkey in your dreams? It's gives an indication of future events

સ્વપ્ન / "શું સપનામાં વારંવાર કપિરાજ દેખાય છે? આપે છે ભવિષ્યમાં થનારી આ ઘટનાઓનો સંકેત, જાણો શુભ કઈ અને અશુભ કઈ"

Published By: Sanjay Vibhakar

Last Updated: 03:14 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monkey in your dreams: હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ સપનું આવે તેની પાછળ એક કારણ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનાઓ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓનું સંકેત આપતાં હોય છે. વારંવાર સપનામાં કપિરાજ જોવા મળતાં હોય તો જાણી લો, કે સપનામાં કપિરાજ દેખાવાં શુભ છે કે અશુભ.

ADVERTISEMENT

  • કપિરાજને માનવામાં આવે છે ભગવાન હનુમાનનું રુપ 
  • સપનામાં કપિરાજને જોવા, એ છે કેટલીક વાતનું સંકેત 
  • તમારાં જીવનમાં જલ્દી પરિવર્તન થઈ શકે  

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનું જોવું કોઈ સંયોગ નથી. સપનાઓ આપણને ભવિષ્યનાં સારા ખરાબ સંકેતો વિશે જણાવે છે. સપનામાં આપણે ઘણી વાર એવી વસ્તુઓ જોઈએ છીએ, જે આપણને ડરાવી દે છે. સપનામાં દેખાતી દરેક વસ્તુનો કોઈને કોઈ મલતબ તો જરૂર હોય છે. જેનાં લીધે આપણે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સતર્ક થઈ શકીએ છીએ.  સપનામાં કપિરાજને જોવા ઘણાં સંકેતો આપે છે.  આ સંકેતો સારા હોઇ શકે અને ખરાબ પણ હોઇ શકે.  સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં કપિરાજને જોવાં શુભ માનવામાં આવે છે.  તેનો મતલબ એમ થાય છે કે તમારાં પર ભગવાન હનુમાનની કૃપા છે.  એવું પણ માનવામાં આવે છે કે, તમારાં જીવનમાં જલ્દી પરિવર્તન થવાનું છે. સારા સમાચાર મળી શકે અથવા ધન લાભ પણ થઈ શકે. 

હિન્દુ ધર્મમાં કપિરાજને ભગવાન હનુમાનનું રુપ માનવામાં આવે છે.  એટલાં માટે સપનામાં કપિરાજને દેખાવાં શુભ માનવામાં આવે છે.  તેનો સીધો અર્થ એ છે કે તમારાં પર ભગવાન હનુમાનની કૃપા છે.  

કપિરાજને ગુસ્સામાં જોવા 
સપનામાં જો કપિરાજ ગુસ્સામાં જોવા મળે તો તેને અશુભ માનવામાં આવે છે.  સ્વપ્ન શાસ્ત્ર મુજબ તમારો કોઈ સાથે ઝગડો થઈ શકે છે. તમારાં સમ્માનમાં ઘટાડો થઈ શકે છે. આ જીવનની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. 

કપિરાજને ખાતા જોવા 
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનામાં કપિરાજને ખાતા જોવાં અશુભ માનવામાં આવે છે.  આ સપનું એ સંકેત આપે છે કે તમને નુકસાન થવાંનું છે.  આવનારાં સમયમાં તમારાં પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.   

સપનામાં કપિરાજને ખુશ અથવા મસ્તી કરતા જોવાં 
સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં કપિરાજ ખુશ અથવા મસ્તી કરતા જોવાં મળે તો, તેનો અર્થ શુભ થાય છે.  તેનો અર્થ એમ પણ થાય છે કે, જેમની સાથે તમારો ઝગડો થયો હતો તે, તમારાં મિત્ર બની જશે.  તમારાં માન-સમ્માનમાં પણ વૃદ્ધિ થશે. 

કપિરાજનું જુથ જોવા મળે 
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનામાં કપિરાજનું જુથ જોવું શુભ માનવામાં આવે છે.  તેનો અર્થ એમ થાય છે કે તમારો પરિવાર તમારી સાથે છે અને તમને ધન લાભ થશે. આવનારાં સમયમાં તમારો પરિવાર સાથે રહેશે અને ખુશ રહેશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astronews Dreams Monkey In Dream કપિરાજ સ્વપ્ન Dream

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ