બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / US વિઝા માટે એપ્લાય કરનારા ખાસ વાંચે, નહીંતર એમ્બેસી કે કોન્સ્યુલેટે પડશે ધરમધક્કો!
Last Updated: 09:02 AM, 10 December 2025
US Embassy Alert: અમેરિકન વિઝા અરજદારો માટે એલર્ટ થઈ જજો કારણકે જો તમે અમેરિકાના વિઝા માટે રાહ જોઈને બેઠા હોય તો એક ઇમેઇ તમારા પ્લાનમાં ફેરફાર કરી શકે છે. યુએસ એમ્બેસીની તાજેતરની ચેતવણી હજારો ભારતીયોને નવી મુશ્કેલીમાં મૂકી રહી છે.
ADVERTISEMENT
અમેરિકન વિઝા માટે રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે એક મોટી ચિંતા ઉભી થઈ છે. યુએસ એમ્બેસી ઇન્ડિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અરજદારને તેમની વિઝા એપોઇન્ટમેન્ટની નવી તારીખ ઇમેઇલ દ્વારા મોકલાઈ હોય, તો તેમને માત્ર તે જ તારીખે આવવું ફરજિયાત છે. જૂની તારીખે પહોંચશો તો દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં પ્રવેશ કરવા દેવાંઆ આવશે નહીં. આ માહિતી એમ્બેસીના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પરથી 9 ડિસેમ્બર, 2025ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. દર વર્ષે લાખો ભારતીયો વિવિધ પ્રકારના યુએસ વિઝા માટે અરજી કરે છે, તેથી આ ચેતવણી હજારો અરજદારોને અસર કરે છે. એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર સત્તાવાર છે અને અરજદારોને તે મુજબ તૈયારી રાખવી જોઈએ.
ADVERTISEMENT
ATTENTION VISA APPLICANTS - If you have received an email advising that your visa appointment has been rescheduled, Mission India looks forward to assisting you on your new appointment date. Arriving on your previously scheduled appointment date will result in your being denied…
— U.S. Embassy India (@USAndIndia) December 9, 2025
ADVERTISEMENT
યુએસ વિઝાની પ્રક્રિયામાં થયેલું મોટું બદલાવ હવે ભારતીય અરજદારોને સીધો અસર કરી રહ્યું છે. અહેવાલો મુજબ 15 ડિસેમ્બર, 2025થી H-1B અને H-4 વિઝા અરજદારો માટે નવી ‘ઓનલાઈન હાજરી સમીક્ષા’ શરૂ થવાની છે. આ પ્રક્રિયામાં અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ—જેમ કે Facebook, Instagram, X—ની ચકાસણી કરવામાં આવશે. અમેરિકન સરકાર અરજીકર્તાની ઓનલાઈન પ્રવૃત્તિ સુરક્ષિત અને નિયમસર છે કે નહીં તેની ખાતરી કરવા માંગે છે. આ વધારાના વેરિફિકેશને કોન્સ્યુલેટની દૈનિક ક્ષમતા ઘટાડીને એપોઇન્ટમેન્ટ્સને પાછળ ધકેલી દીધી છે. ખાસ કરીને ડિસેમ્બર 2025ના ઘણા સ્લોટ્સ માર્ચ 2026 સુધી રિશેડ્યૂલ થયા છે.
ADVERTISEMENT
ઘણા અરજદારોને મળેલી ઇમેઇલ અંગે શંકા થઈ હતી કે તે સ્પામ અથવા ફેક ઇમેઇલ છે. પરંતુ એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે આવી ઇમેઇલ્સ usvisas.state.gov અથવા embassy.gov.in પરથી મોકલવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે સત્તાવાર છે. એમ્બેસીએ અરજદારોને સલાહ આપી છે કે તેઓ તરત જ તેમના ઑનલાઇન પોર્ટલમાં લોગિન કરી નવી તારીખ ચેક કરે. જૂની તારીખે પહોંચવું પોતાના વિઝા પ્રોસેસને જ જોખમમાં મૂકવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિઝાની માંગ અતિશય વધી છે અને આવી રિશેડ્યુલિંગ હવે સામાન્ય બની ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારત વિશ્વમાં યુએસ વિઝા માટે સૌથી મોટો અરજદાર દેશ છે. વિદ્યાર્થી વિઝા, વર્ક વિઝા કે પ્રવાસી વિઝા બધી કેટેગરીમાં લાખો લોકો અરજી કરે છે. એપોઇન્ટમેન્ટ પાછળ ધકેલાઈ જવાથી ઘણા અરજદારોની ફ્લાઇટ બુકિંગ, યુનિવર્સિટીમાં એડમિશન તારીખ, નોકરીમાં જોડાવાની તારીખ અથવા બિઝનેસ ટ્રિપ પર સીધી અસર પડી શકે છે. જો કે, એમ્બેસી કહે છે કે તેઓ અરજદારોને મદદ કરવા તૈયાર છે. વિદ્યાર્થીઓએ તેમની યુનિવર્સિટી સાથે વાત કરવી જોઈએ, જ્યારે પ્રોફેશનલ ટ્રાવેલર્સે તેમની કંપની પાસેથી લેટર મેળવવો જરૂરી બની શકે છે. અરજદારોને સતત અપડેટ રહેવા અને પોતાની નવી એપોઇન્ટમેન્ટ ચોક્કસ ચકાસવા સૂચન આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.