બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / માતાપિતાને બોલાવવા હવે સરળ, કેનેડાએ સુપર વિઝા માટે નિયમોમાં કર્યો મોટો બદલાવ

ઇમિગ્રેશન / માતાપિતાને બોલાવવા હવે સરળ, કેનેડાએ સુપર વિઝા માટે નિયમોમાં કર્યો મોટો બદલાવ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:58 AM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં રહેતા લોકો માટે એક ખુશ ખબર છે. હવે પરિવારને કેનેડા બોલાવવા માટે કેનેડા સરકારે સુપર વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે જેનાથી હવે માતા-પિતાને બોલાવવા સરળ થશે.

Canada Super Visa Update: કેનેડાએ પરિવાર કેનેડામાં સાથે વસવાટ કરવા માટેના નિયમને વધુ સરળ બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે સુપર વિઝા માટેના આવકના નિયમોમાં રાહત આપી છે. જેના કારણે માતાપિતા અને દાદા-દાદીને આમંત્રણ આપવું હવે સરળ બનશે.

કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો 31 માર્ચ 2026થી અમલમાં આવશે. આ ફેરફારો ખાસ કરીને તે કેનેડિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓ માટે લાભદાયક છે. જે સુપર વિઝા હેઠળ તેમના માતાપિતા અથવા દાદા-દાદીને બોલાવવા માંગે છે. સુપર વિઝા 10 વર્ષ માટે માન્ય રહે છે અને તેમાં એકથી વધારે વાર પ્રવેશ સાથે એક સમયે પાંચ વર્ષ સુધી રહેવાની મંજૂરી મળે છે.

નવી વ્યવસ્થા મુજબ આવકના માપદંડોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અરજદારોની આવકનું મૂલ્યાંકન માત્ર એક વર્ષના બદલે પાછલા બે ઇન્કમ ટેક્સ વર્ષોના આધારે કરવામાં આવશે. એટલે કે આ બેમાંથી કોઈપણ એક વર્ષમાં જરૂરી આવક મર્યાદા પૂર્ણ થાય તો અરજદાર પાત્ર ગણાશે. ઉપરાંત હવે માતાપિતા અથવા દાદા-દાદીની આવકનો પણ એક ભાગ ગણતરીમાં લઈ શકાય છે. જો યજમાન અને સહ-સહી કરનાર પહેલેથી જ લઘુત્તમ આવકની શરત પૂર્ણ કરતા હોય.

આ નવા નિયમો 31 માર્ચ 2026 પછી કરવામાં આવતી તમામ નવી અરજીઓ અને હાલ પ્રક્રિયામાં રહેલી અરજીઓ પર લાગુ પડશે. અરજદારોને તેમની આવકના પુરાવા તરીકે કર આકારણી, પગાર સ્લિપ અથવા નોકરીદાતાના પત્રો જેવા દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત રહેશે. જે પરિવારો અગાઉ પાત્ર હતા, તેઓ નવી વ્યવસ્થામાં પણ પાત્ર રહેશે.

આ પણ વાંચો: યુરોપમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાન્સ! આ દેશ આપી રહ્યુ છે ભારતીયોને વર્ક વિઝા

લાયકાતના માપદંડો મુજબ પરિવારના કદના આધારે લઘુત્તમ આવક નક્કી કરવામાં આવી છે. જે એક વ્યક્તિ માટે આશરે 30526 કેનેડિયન ડોલરથી શરૂ થાય છે અને પરિવાર વધતાં વધે છે. અરજદારે કેનેડાની બહારથી અરજી કરવી જરૂરી છે. સાથે તબીબી તપાસ અને ઓછામાં ઓછા એક વર્ષ માટે 100000 ડોલર કવરેજ ધરાવતા આરોગ્ય વીમો લેવું ફરજિયાત છે. આ નિર્ણયથી ઘણા પરિવારોને ફરી સાથે આવવાની તક મળશે અને સુપર વિઝા કાર્યક્રમ વધુ સુલભ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

immigration policy Canada Canada super visa update parents visa Canada

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ