બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Now your Aadhar has become more secure no one can cheat

તમારા કામનું / હવે તમારું Aadhaar Card બન્યું વધારે સિક્યોર, કોઇ પણ નહીં કરી શકે છેતરપિંડી

Arohi

Last Updated: 12:24 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત સુરક્ષા સિસ્ટમ ફિંગરપ્રિંટની ચકાસણી માટે ફિંગરપ્રિન્ટ વિગતો અને ફિંગરપ્રિન્ટ ઈમેજોનો ઉપયોગ કરી શકાશે.

  • આધાર કાર્ડને લઈને આવ્યું મોટુ અપડેટ 
  • આધાર બન્યુ વધારે સિક્યોર
  • હવે નહીં થાય છેતરપિંડી 

UIDAIએ આધાર-આધારિત ફિંગરપ્રિંન્ટ વેરિફિકેશન અને છેતરપિંડીના પ્રયત્નોની ઝડપથી જાણકારી મેળવવા માટે નવી સુરક્ષા સિસ્ટમની શરૂઆત કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત સુરક્ષા સિસ્ટમ ફિંગરપ્રિન્ટના વેરિફિકેશન માટે હવે આંગળીની નજીકથી ચકાસણી કરશે અને આંગળીની તસવીરના મેલનો ઉપયોગ કરશે. 

યુઆઈડીએઆઈના એક નિવેદનમાં મજબૂત ફિંગરપ્રિંટ આધારિત ચકાસણી માટે નવા સુરક્ષા તંત્રની જાહેરાત કરતા કહ્યું છે કે તેનાથી આધાર વેરિફિકેશન વધારે મજબૂત  અને સુરક્ષિત બનશે. 

છેતરપિંડી થશે ઓછી 
સૂત્રોના જણાવ્યા અનુસાર બે તબક્કા વાળી નવી વેરિફિકેશન સિસ્ટમમાં ફિંગરપ્રિન્ટની વાસ્તવિકતાને પ્રમાણિત કરવા માટે તપાસ વધારવામાં આવશે. જેનાથી છેતરપિંડીની આશંકાને ઓછી કરી શકાય. 

આ વિકાસ બેંકિંગ અને નાણાકીય, દૂરસંચાર અને સરકારી ક્ષેત્રો જેવા ક્ષેત્રોમાં વધારે ઉપયોગી થવાની આશા છે. આ આધાર-સક્ષમ ચુકવણી પ્રણાલીને મજબૂત કરશે અને છેતરપિંડી કરનાર લોકો દ્વારા ખરાબ પ્રયત્નો પર અંકુશ લગાવશે. આ રીતે પિરામિડના નિચલા ભાગને લાભ થશે. 

નવી સિસ્ટમના ફાયદા 
આધાર આધારિત ફિંગરપ્રિંટ વેરિફિકેશન માટે નવા સુરક્ષા તંત્ર હવે સંપૂર્ણ રીતે કાર્યાત્મક થઈ ગયા છે. યુઆઈડીએઆઈ દ્વારા તેના ભાગીદારો અને ઉપયોગકર્તા એજન્સિઓ દ્વારા મહિનાઓની ચર્ચા અને હેન્ડ-હોલ્ડિંગ બાદ રોલઆઉટ અને માઈગ્રેશન થયું છે. 

ઓથેન્ટિકેશન ઉપયોગકર્તા એજન્સિઓની સાથે UIDAIનું સતત સહભાગી અને ઉચિત પરિશ્રમ તેમને નવી પ્રણાલીના લાભ વિશે સુચિત કરવા માટે કરવામાં આવ્યું હતું. 

બધી સંસ્થાઓના સંપર્કમાં યુઆઈડીએઆઈ 
એયુએ એક એકમ છે જે ઓથેન્ટિકેશન સેવા એજન્સી દ્વારા સુવિધાના અનુસાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને 12-આંકાના આઈડી ધારકોને આધાર-સક્ષમ સેવાઓ આપે છે. સબ-એયુએ એવી એજન્સિઓ છે જે હાલના અરજી કરનારના માધ્યમથી પોતાની સેવાઓને સક્ષમ કરવા માટે આધાર રજીસ્ટેશનનો ઉપયોગ કરે છે. 

યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યાલય અને તેમના ક્ષેત્રીય કાર્યાલય કોઈ પણ યુઝર્સ એજન્સીને જલ્દીમાં જલ્દી નવા સુરક્ષિત ઓથેન્ટિકેશન મોડ પર સ્વિચ કરવાની સુવિધા માટે બધી સંસ્થાઓની સંપર્કમાં છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card UIDAI cheat secure આધાર કાર્ડ તમારા કામનું Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ