બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Now Sonu Sood has given Smartphone to children in Haryana for online studies

મદદ / હરિયાણા બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે સોનુ સૂદે કરી આપી આ ગજબ વ્યવસ્થા

Noor

Last Updated: 11:22 AM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણાં મહિનાઓથી લોકોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે. તેણે લોકડાઉનમાં હજારો પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવાના કામથી શરૂઆત કરી હતી. જોકે, સોનુ હજી સુધી લોકોની અલગ-અલગ રીતે મદદ કરી રહ્યો છે. ત્યારે હવે સોનુએ પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામના બાળકોના અભ્યાસ માટે મદદ કરી છે. જે જાણીને તમને તેમના પર ગર્વ થશે.

  • સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે
  • પ્રવાસી મજૂરોનો મસીહા બની ગયો છે સોનુ
  • હવે હરિયાણાના બાળકોના અભ્યાસ માટે મોબાઈલ આપ્યા

સોનુ સૂદે આ બાળકોને અભ્યાસ માટે મોબાઇલ ફોન ભેટ કર્યા છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઇન અભ્યાસ કરી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈને જણાવ્યું કે, અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. અને તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેમના ઓનલાઈન ક્લાસિસ થઈ શકતા નહોતા. 

ઘણાં બાળકોને 4થી 5 કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના ઘરે જવું પડતું હતું. જેથી તે બીજા બાળકોના ફોનથી અભ્યાસ કરી શકે. પવન જૈને કહ્યું કે, જ્યારે સોનુ સૂદને આ મામલે જાણકારી મળી તો તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યો અને આ બાળકોને મોબાઈલ ફોન અપાવ્યો. જે પછી સ્કૂલના પ્રિન્સિપાલ સહિત બાળકોએ સોનુનો આભાર માન્યો. 

તમને જણાવી દઇએ કે, મોરની વિસ્તારનો કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ મુશ્કેલી છે અને બાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તે ભણી શકતા નહોતા. સોનુ સુદને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેણે તરત જ એ બાળકો માટે મોબાઈલ ફોનની વ્યવસ્થા કરી દીધી, જેથી આ બાળકોના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

SmartPhone Sonu Sood children in Haryana Help
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ