બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / No charge for RuPay credit card-use on UPI

RuPay / ક્રેડિટ કાર્ડ ધારકો માટે GOOD NEWS, UPI થકી હવે આટલું લેનદેન ચાર્જ ફ્રી કરી શકાશે

Published By: Vaidehi

Last Updated: 06:44 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા NPCIએ એક સર્ક્યુલર લાગુ પાડેલ છે. RuPAY ક્રેડિટ કાર્ડને કોઇ પણ UPI પેમેન્ટ એપથી એવી જ રીતે જોડી શકાશે જેવી રીતે ડેબિટ કાર્ડને એડ કરવામાં આવે છે.

  • NPCIએ  લાગુ પાડ્યો એક સર્ક્યુલર 
  • RuPAY ક્રેડિટ કાર્ડ ધારકો માટે સારાં સમાચાર
  • UPIમાં આટલું લેનદેન ચાર્જ ફ્રી કરી શકાશે

જો તમારી પાસે RuPAY ક્રેડિટ કાર્ડ છે તો તમારા માટે ખુશ ખબર છે. યૂનિફાઇજ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIની કોઇપણ એપલિકેશન પર રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા 2,000 રૂપિયા સુધીનું ટ્રાન્જેક્શન હવે મફતમાં કરી શકાશે. એટલે કે હવે પેમેન્ટ કરવાં પર કોઇ ચાર્જ લાગશે નહીં. (RBI) ભારતિય રિઝર્વ બેંકે સૂચનો જાહેર કર્યા બાદ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સર્ક્યુલર લાગુ પાડ્યું છે. 

ચાર વર્ષથી ઓપરેશનલ છે આ કાર્ડ
RuPay ક્રેડિટ કાર્ડ આશરે 4 વર્ષથી ઓપરેશનલ છે અને તમામ મુખ્ય બેંકો સાથે સંકળાયેલ છે. તેના સાથે જ હાલમાં જ RBI એ  UPI પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ્સ કરવાની અનુમતિ આપતાં લિસ્ટમાં RuPay ક્રેડિટ કાર્ડને પણ જોડ્યું છે. જો કે કોઇપણ એપ પર ક્રેડિટ કાર્ડને જોડવાની અને યૂપીઆઇ પીન સેટ કરવાની પ્રક્રિયામાં ક્રેડિટ કાર્ડને સક્ષમ કરવા માટે ગ્રાહકની અનૂમતિની જરૂર રહેશે. 

4 ઑક્ટોબરથી લાગૂ થઇ આ સિસ્ટમ

4 ઑક્ટોબરનાં રોજ અમલમાં કરવામાં આવેલ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પરિપત્રને લાગૂ પાડ્યાંની તારીખથી જ સુવિધાનો ઉપયોગ લોકો કરી શકશે. NPCIએ કહ્યું કે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન માટે એપની વર્તમાન પ્રક્રિયા જ  ક્રેડિટ કાર્ડ પર લાગૂ પડશે. આ કેટેગરી માટે શૂન્ય મર્ચેટ ડિસ્કાઉન્ટ રેટ 2000 રૂથી ઓછું કે આ રકમ જેટલું જ રહેશે. MDR એ ચાર્જ છે કે જે મર્ચન્ટ તે બેંકને આપે છે જેમાં બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પેમેન્ટસ્ માટે ઉપયોગમાં લેવાય છે.

ડેબિટ કાર્ડની જેમ જ જોડો
RuPay ક્રેડિટ કાર્ડને કોઇ પણ યૂપીઆઇ પેમેન્ટ એપથી એવી જ રીતે જોડવામાં આવે છે જેવી રીતે ડેબિટ કાર્ડને એડ કરાય છે. એટલે કે અહીં પણ UPI PIN સેટ કરવી પડશે અને કાર્ડના રૂપમાં RuPay ક્રેડિટ કાર્ડને શરૂ કરી પડશે.  આ સરળ પ્રક્રિયાને પૂરું કર્યાં બાદ ક્રેડિટ કાર્ડથી UPI ટ્રાન્જેક્શન શરૂ થઇ જશે અને 2000 રૂ સુધીની લેન-દેન પર કોઇ ચાર્જ લાગશે નહીં.

ગ્રાહકોને વધુ વિકલ્પો આપવાનો ઉદ્દેશ
પરિપત્ર મુજબ, ક્રેડિટ કાર્ડ જારીકર્તા અને એપ એવા પ્રકારના લેન-દેન માટે ક્રેડિટ કાર્ડ ધારકોને નોટિફિકેશન મોકલશે. રિપોર્ટ અનુસાર, RBIના ડેપ્યૂટી ગવર્નર ટી. રવિશંકરે પહેલાં કહેલું હતું કે CREDIT CARDને યૂપીઆઇ સાથે જોડવાનો મુખ્ય ઉદેશ્ય કસ્ટમર્સને પેમેન્ટ કરવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.

સંકળાયેલા મુદ્દાઓ

RBI Rupay Credit Card UPI આરબીઆઇ રૂપે કાર્ડ credit card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ