બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Next 12 hours very heavy for Gujarat! Cyclone 'Biporjoy' is now just a few km away from Porbandar

તોળાતું સંકટ / આગામી 12 કલાક ગુજરાત માટે અતિ ભારે! 'બિપોરજોય' વાવાઝોડું હવે પોરબંદરથી માત્ર આટલાં કિમી જ દૂર

Malay

Last Updated: 08:42 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biporjoy: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ પોરબંદરથી 900 કિમી દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે.

 

  • બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર 
  • બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિમી દૂર
  • 50થી 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન 
  • માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિ.મી. દૂર હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત 12 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના યથાવત છે. 

Tag | VTV Gujarati

8 રાજ્યોમાં એલર્ટ જાહેર 
આ ચક્રવાત વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, જેના કારણે 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પોરબંદરથી આશરે 900 કિ.મી દૂર અરબી સમુદ્રમાં રહેલા વાવાઝોડાની ગતિ 40 કિમી પ્રતિકલાકની છે. મોકા બાદ વધુ એક ચક્રવાત બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતી તોફાન આવતીકાલે ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સૌથી વધુ અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવમાં જોવા મળશે. આ સાથે જ કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. 

મધ્ય અરબી સમુદ્ર પર જોવા મળી શકે છે અતિ વિનાશક સ્થિતિ
વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે. આજે મધ્ય અરબી સમુદ્ર પર વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. દક્ષિણ અરબી સમુદ્ર અને કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે. તો આવતીકાલ (10 જૂન)એ મધ્ય અરબી સમુદ્ર પર વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. ઉત્તર અરબી સમુદ્ર અને ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે.

VTV Gujarati News and Beyond on Twitter: "બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી  મોટા સમાચાર: આ તારીખે ગુજરાત પાસેથી પસાર થઈ શકે છે ચક્રવાત, જુઓ ક્યાં સૌથી  મોટું સંકટ ...

દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર
11 જૂને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્ર પર વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે. 12 જૂને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્ર પર વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે. તો 13 જૂને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્ર પર વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone 'Biporjoy' Gujarati News heavy for Gujarat porbandar ગુજરાતી ન્યૂઝ બિપોરજોય વાવાઝોડું વાવાઝોડું Cyclone Biporjoy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ