IPLનો એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચમાં સન રાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર હૈદરાબાદમાં ટકરાશે. રાજકોટમાં સીઝનની સૌ પ્રથમ મેચ 7મી એપ્રિલે રમાવા જઇ રહી છે. જેમાં હોમ ટીમ ગુજરાત લાયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
દરેક સેન્ટર ખાતે પ્રથમ મેચમાં ઓપનિંગ સેરેમની આ વખતે ફરજીયાત છે એટલે કેકેઆરના સમર્થનમાં શાહરૂખ રાજકોટનો મહેમાન બની શકે છે. ઉલ્લેખનીય છે કે IPLની ગત સીઝન ગુજરાત લાયન્સ અને રાજકોટ માટે IPLની સૌ પ્રથમ સીઝન હતી.
રાજકોટએ ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ છે. ગઇ વખતે કેકેઆર સામેની બન્ને મેચ બહારના ગ્રાઉન્ડ પર હતી. જેમા પ્રથમ મેચ કોલકાતા અને બીજી મેચ કાનપુર ખાતે રમાઇ હતી. જેથી કેકેઆરની ટીમ પણ સૌ પ્રથમ વખત રાજકોટ આવી રહી છે.જેથી શાહરૂખ ખાન સીઝનની સૌ પ્રથમ મેચમાં રાજકોટ આવે તેવી સંભાવના વધી છે.
IPL રાજકોટની 7મી એપ્રિલે ઓપનિંગ સેરેમની
KKRને ચિયર કરશે શાહરૂખ
ગયા વર્ષે રાજકોટ બહાર KKR અને લાયન્સની ટક્કર થઈ હતી