એક તરફ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી નોટબંધીનો નિર્ણય લઈને એવો દાવો કરી રહ્યા છે કે દેશમાંથી કાળુ નાણું ખતમ થશે અને સોનાનો સૂરજ ઉગશે. પરંતુ સોનાના સૂરજ ઉગવાની આશાને કાળા અંધકાર તરફ ધકેલી રહી છે બિલ્ડર લોબી. આ એવા બિલ્ડર છે જેને બ્લેક મની જ પસંદ છે. તેઓ નથી ઈચ્છતા કે દેશમાં સોનાનો સૂરજ ઉગે. આવી જ બિલ્ડર લોબી વીટીવીના સ્ટીંગ ઓપરેશનમાં કેદ થઈ હતી.
ADVERTISEMENT
આખો દેશ બેંક અને એટીએમની બહાર પોતાના વ્હાઈટ મની માટે લાઈનમાં ઉભો છે. કેટલાય લોકો લાઈનમાં ઉભા રહીને થાકીને લોથ પોથ થઈ રહ્યા છે. આવા સમયે વીટીવીએ પર્દાફાશ કર્યો એવી બિલ્ડર લોબીનો કે જેઓ અલગ અલગ કિમિયા કરીને બ્લેકના વ્હાઈટ કરતી હતી.
ADVERTISEMENT
વીટીવીની ટીમે અલગ અલગ સાઈટસ અને મોટા મોટા બિલ્ડર ગૃપને ત્યાં જઈને તપાસ કરી. તો મોટાભાગના બિલ્ડર લોબીએ 500-1000ની જૂની નોટ સ્વીકારવાની હા પાડી. તેમણે દસ્તાવેજના ઉપરના રૂપિયા જૂની નોટ સાથે લેવાનું પણ સ્વીકાર્યુ. જયારે કે હવે તો સરકારે સ્પષ્ટ કર્યુ છે કે બેન્ક અને RBI સિવાય કોઈ પણ જૂની નોટ નહીં સ્વીકારી શકે.
ADVERTISEMENT
વીટીવીના સતત અહેવાલ બાદ આખરે તંત્ર જાગ્યુ. આઈટી વિભાગે પણ ઠેર ઠેર તપાસ હાથ ધરી. અહેવાલના પડઘા સચિવાલય સુધી પડયા અને રાજ્યના મુખ્ય સચિવે સ્પષ્ટતા કરવી પડી કે જો બેંક કે આરબીઆઈ સિવાય કોઈ જૂની નોટ સ્વીકારશે તો કાયદેસર પગલા લેવાશે.
ADVERTISEMENT
આશ્ચર્યની વાત એ હતી કે કોંગ્રેસે તો વીટીવીના સ્ટીંગ ઓપરેશનને બિરદાવ્યુ પરંતુ સત્તાધારી પક્ષ ભાજપે આ બાબતે મૌન સેવી લીધુ. વીટીવીની કામગીરી હંમેશા પ્રજાલક્ષી રહી છે. તે વીટીવીએ ફરી એકવાર સાબિત કર્યુ છે. હવે આશા રાખીએ કે વીટીવીના આ અહેવાલ બાદ તંત્ર જાગે અને પીએમ મોદીના દેશમાં સોનાના સૂરજ ઉગાડવાના સપનાને સાકાર કરે.