નવરાત્રિને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. તો બીજી તરફ નવરાત્રિમાં ગરબે રમીને યુવતીઓ મોડી રાતે ઘરે પહોંચતી હોવાથી તેમનો પરિવાર તેમની સુરક્ષાને લઈને ભારે ચિંતિત રહેતો હોય છે. ત્યારે હવે ગરબે ઘૂમવા જતી યુવતીઓની વહારે પોલીસ આવી છે. જેમાં પોલીસે એત એવું ડિવાઇસ બનાવ્યું છે જે મોડી રાત્રે ગરબા રમીને ઘરે જતી યુવતીઓને સુરક્ષા કવચ પૂરું પાડશે.
નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે નવરાત્રિમાં મહિલાઓ સાથે છેડતી અને રોમિયોથી પરેશાનીના અનેક કિસ્સાઓ દર વર્ષે બને છે. જેને લઈને પોલીસે અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ચાવીના કિચન જેવું એક ડિવાઇસ બનાવ્યું છે. જે મુશ્કેલીના સમયે બટન દબાવતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ તે સ્થળે પહોંચી જશે અને યુવતીને મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે નવરાત્રિમાં રોમિયો દ્વારા યુવતીઓની છેડતીના બનાવો બનતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના પગલાથી છેડતીના કિસ્સાઓ રોકવામાં સફળતા મળશે. અને તેમની સુરક્ષા પણ થશે.