બાબુ માંગુકિયાએ મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા તેમણે ધમકીઓ આપવામાં આવી રહી છે. કે ભાજપમાં જોડાવો નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહો. સાથે જ ભાજપના ઉચ્ચકક્ષાના નેતાઓનું દબાણ કરી રહ્યાની ફરિયાદ માંગુકીયાએ કરી છે. મહત્વપૂર્ણ છે કે IT એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં ક્રાઇમ બ્રાંચે તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.
એક જાણીતી હોસ્પિટલના દિનેશ પટેલ અને તેની પત્ની વચ્ચેના કેસમાં માંગુકિયા દ્વારા દિનેશ પટેલની આવકના પુરાવાની વિગતો તેમનો ઇ મેઇલ આઇડી હેક કરીને મેળવી હોવાનો આક્ષેપ માંગુકિયા વિરૂદ્ધ થયો હતો.