ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-21755

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાના સૌથી વિશાળ પ્લેન ગણાતા એરલેન્ડર 10 એ ઇંગ્લેંડના કાર્ડિંગ્ટન વિમાન મથકેથી પોતાની પહેલી ઉડાન ભરી. હિલિયમથી ચાલતા આ વિમાનનું ખરેખર ઉડાણ તો ચાર દિવસ પહેલાં આયોજીત થયું હતું પરંતુ ટેક્નિકલ ખામીના લીધે ઉડાણ રદ કરવું પડ્યું હતું. એરલેન્ડરને એરશીપ પણ કહેવામાં આવે છે. અગાઉ 86 વર્ષ પહેલા એક એરશીપે અહીંથી જ ઉડાન ભરી હતી પણ ફ્રાંસમાં તે ક્રેશ થઈ ગયું. તે અકસ્માતમાં 48 લોકોનાં મોત થયા. આ ઘટના પછી એરશીપનું ડેવલોપમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતુ.

જમ્બોજેટ એરબસ એ-380 કરતા છે સસ્તું
આ એરશીપનું નિર્માણ કરનાર કંપની હાઈબ્રિડ એયર વ્હિકલ(HAV) અનુસાર એરલેન્ડરને અમેરિકન સેનાએ સર્વેલન્સ માટે બનાવડાવ્યું છે. જોકે 92 મીટર લાંબા આ એરક્રાફ્ટનો કાર્ગો પ્લેનની રીતે પણ ઉપયોગ કરી શકાય છે. HAV એરલેન્ડરને વિશ્વનું સૌથી વિશાળ એરક્રાફ્ટ ગણાવ્યું છે. એરલેન્ડર જમ્બોજેટ ગણતા એરબસના વિમાન એ-380 કરતાં કિંમતમાં ખૂબ સસ્તું છે. એરબસના એ-380 પ્લેનની કિંમત અંદાજે 2500 કરોડ રૂપિયા છે. જ્યારે એરલેન્ડરની કિંમત અંદાજે 220 કરોડ રૂપિયા જ છે. એરલેન્ડરની લંબાઇ 92 મીટર અને ઊંચાઇ 43.5 મીટર છે.


આકાશમાં 148 kmphની ઝડપથી 6 000 ફૂટની ઉંચાઈ સુધી ઉંચે ઉડી શકે
HAV ના કહેવા મુજબ એરલેન્ડર 148 kmph ની સ્પીડથી 4880 મીટર એટલે કે 6 000 ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે. આ એરશીપમાં ઇંધણ તરીકે હિલિયમ ભરવામાં આવે છે. આ એરશીપ પોતાનામાં પ્રવાસીઓ ન હોય તેવી સ્થિતિમાં 2 અઠવાડિયા સુધી અને પ્રવાસીઓ સાથે સતત 5 દિવસ સુધી હવામાં રહી શકે છે. HAVના સીઈઓ સ્ટીફન મેક્ગ્લેન મુજબ આ એરશીપ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ ટેક્નોલોજીની તુલનામાં વધારે સસ્તુ અને પર્યાવરણની દ્રષ્ટીએ ઓછું નુકશાનકારક છે. તેમણે વધુમાં કહ્યું કે 'આ એરશીપને બ્રિટેનનું સૌથી મોટું ઈનોવેશન પણ કહી શકો છો. આ એક રીતે એરક્રાફ્ટ અને એરશિપનું કોમ્બીનેશન છે.' ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે કંપનીને બ્રિટન સરકારે 37 લાખ ડૉલરની મદદ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ