બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / news_detail-21279

NULL / NULL

krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કેન્દ્ર સરકારે મંગળવારે સાતમાં પગારપંચ અંગે પરિપત્ર બહાર પડ્યો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી જ પગાર વધારો મળવાની શક્યતા છે. કેબિનેટે 29 જૂનના રોજ સાતમા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દીધી હતી. અત્યારે લગભગ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 53 લાખ જેટલા પેન્શનધારકોને તેનો લાભ મળશે. 

અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેનાથી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 7 હજારથી વધીને 18000 રૂપિયા સુધી થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ ક્લાસના કર્મચારીઓનો બેઝિક પગાર 2.57 ટકા વધશે.

કોને કોને મળશે કેટલો લાભ
  • આ પગાર પંચની ભલામણો અનુસાર તેનો ફાયદો 1લી જાન્યુઆરી 2016થી અમલમાં આવશે.
  • જુલાઈનો પગાર જે ઓગસ્ટમાં આવશે તેમાં વધેલો પગાર ઉમેરાઈને આવશે.
  • આ પછી 7 હજાર રૂપિયાનું લઘુત્તમ વેતન હવે વધીને 18000 થશે.
  • ક્લાસ વન અધિકારીનું વેતન લઘુત્તમ 56 100 રૂપિયા રહેશે.
  • પેન્શનર્સ માટે લઘુત્તમ પેન્શન 3500 રૂપિયાથી વધીની 9 હજાર થશે.
  • વધુમાં વધુ વેતન 90 000 હતું તે વધીને 2.5 લાખ થશે. આ રકમ હાલ એક સાંસદના વેતન કરતા પણ વધારે છે. અત્રે જણાવવાનું કે સાંસદને હાલ બધા ભથ્થા મળીને 1.40 લાખ રૂપિયા માસિક મળે છે.
  • 7.5ની જગ્યાએ હવે ઘર બનાવવા માટે એડવાન્સ (HBA) 25 લાખ રૂપિયા લઈ શકાશે.
  • ગ્રેજ્યુઈટી 10થી વધારીને 20 લાખ કરી દેવાઈ છે. ડીએ  સાથે તેની પણ સીમા વધશે.
  • એક્સ-ગ્રેશિયા 10થી 20 લાખની જગ્યાએ 25થી 45 લાખ રૂપિયા મળશે.
સાતમાં પગાર પંચમાં મળશે 37 નવા ભથ્થા
  • સરકારે 7માં પગારપંચના ભથ્થા સાથે સંલગ્ન ભલામણોના રિવ્યું માટે એક કમિટી બનાવી છે. એક્સપર્ટ ગ્રુપ્સના સૂચનો પર કમિટી 4 મહિનામાં રિપોર્ટ આપશે.
  • સૂચનોના આધારે જ ભથ્થા પર નિર્ણય લેવાશે. ત્યારબાદ ભથ્થામાં વધારો થશે.
  • ત્યાં સુધી અત્યારે જે પ્રકારે ભથ્થા અપાય છે તેમ જ અપાશે.
  • અત્યાર સુધી 196 પ્રકારે ભથ્થા મળતા આવ્યાં છે. વેતન આયોગે 53ને ખતમ કરવા માટે અને 37 નવા ભથ્થાને અપનાવવા માટેની ભલામણ કરી હતી.
  • આ વધારો માર્ચ 2017 પહેલા આપી દેવાશે. એક વારમાં જ સંપૂર્ણ એરિયર્સ મળશે કે ભાગમાં તે હજુ નક્કી કરવાનું બાકી છે
  • સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર એરિયર્સને એક સાથે 30:30:40ના રેશિયોમાં આપવાની તૈયારી કરી રહી છે.
  • આ હેઠળ એરિયર્સની ટોટલ અમાઉન્ટના 30 ટકા રોકડ રકમ અપાશે. 30 ટકા પીએફમાં જમા કરાશે અને વધેલા 40 ટકા માટે 10 વર્ષના બોન્ડ આપશે.
  • એક વર્ષની જગ્યાએ વર્ષમાં બે અલગ અલગ તારીખે એટલે કે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ ઈન્ક્રિમેન્ટ થશે. જો કે કર્મચારીને બેવાર ઈન્ક્રિમેન્ટ નહીં મળે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ