ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરતાં કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે સાઇના નહેવાલે પણ પોતાના પ્રથમ સિંગલ્સ મુકાબલમાં વિજય મેળવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી. સિંધુએ પોતાના પ્રથમ મુકાબલામાં ડેન્માર્કની મેટ પોલ્સેનને 29 મિનિટમાં 21-10 21-11થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં સિંધુનો સામનો ઇન્ડોનેશિયાની દિનાર દિયાહ આયુસ્ટિન સામે હતો જેમાં સિંધુએ 30 મિનિટ ચાલેલી મેચમાં 21-12 21-14થી હરાવી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી.