ICC વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભૂતપૂર્વ વિજેતા ભારત 24 જુનથી શરૂ થનારી ICC વુમન્સ વર્લ્ડ કપના પ્રથમ દિવસે ડર્બીમાં મેજબાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જયારે આ જ દિવસે બ્રિસ્ટલમાં ન્યુઝીલેન્ડનો સામનો કવોલિફાયર શ્રીલંકા સામે થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશને આ જાણકારી જાહેરાતમાં આપી છે.
ભારત પોતાની ચાર મેચ ડર્બીમાં રમશે જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બે જુલાઈએ થનારી મેચ પણ સામેલ છે. ભારત તેના સિવાય ટાઉનટોનમાં વેસ્ટ ઇન્ડીઝ બ્રિસ્ટલમાં ઓસ્ટ્રેલિયા અને લિસેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે રમશે. ફાઈનલની નવ હજાર ટીકીટ પહેલાથી જ વહેચાય ચુકી છે જયારે ટુર્નામેન્ટની બાકી મેચની ટિકીટોને વહેચાણ આજથી શરૂ થશે.