ભારતીય ટીમના સ્પોન્સર સ્ટારનો કરાર આગામી 31મી માર્ચે પૂર્ણ થઈ રહ્યો છે..જેને લઇ BCCI દ્વારા સ્પોન્સરશિપ માટેની બોલીમાંથી સ્ટાર ઇન્ડિયાએ ખસી જવાનો નિર્ણય કર્યો છે. સહારા સાથેના પૂર્ણ થયેલા કરાર બાદ ડિસેમ્બર 2013માં ભારતીય ટીમનાં મુખ્ય સ્પોન્સર બનેલા સ્ટારનો કરાર માર્ચ 2017માં પૂર્ણ થનાર છે.
એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્ટાર ઇન્ડિયાનાં CEO ઉદય શંકરે જણાવ્યું હતું કે અમને ગર્વ છે કે અમે ભારતીય ટીમ સાથે જોડાયેલા છીએ. પરંતુ હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે ફરી વખત લિલામીમાં હિસ્સો ન લેવાનો નિર્ણય લીધો છે.
તેમણે BCCI અને ICC વચ્ચેનાં ખટરાગને કારણે આ ફેસલાનું મુખ્ય કારણ બતાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આની અસર ભવિષ્યમાં રમત પર પણ પડી શકે છે. ઉલ્લેનીય છે તે 1 જૂનથી શરૂ થઇ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પોતાની જર્સીમાં નવા નામ સાથે તરશે.