બ્લાઇન્ડ વર્લ્ડકપમાં પાકિસ્તાનને 9 વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બની ગયુ છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 200 રન બનાવી મેચને જીતી લીધી હતી. ભારત તરફથી પ્રકાશે સૌથી વધુ 99* રનની ઇનિંગ રમી હતી જ્યારે અજય કુમાર રેડ્ડીએ 43 રન બનાવ્યા હતા.