હૈદરાબાદ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતની શાનદાર શરૂઆત પ્રથમ દિવસે ભારતનો સ્કોર 3 વિકેટે 356 રન કોહલી-વિજયની સદી6 રન બનાવી લીધા હતા. ભારત તરફથી કેપ્ટન કોહલીએ 111 રને અણનમ તથા વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે 45 રને અણનમ રહ્યો હતો. જ્યારે મુરલી વિજયે 108 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ પણ 83 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
ભારતની પ્રથમ વિકેટ કે.એલ રાહુલના રૂપમાં પડી હતી. રાહુલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ મહેન્દી હસન અને તૈજુલ ઈસ્લામને એક-એક સફળતા મળી હતી.
જણાવી દઈએ કે ભારતે આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારત તરફથી કે એલ રાહુલ અને મુરલી વિજયે ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે પ્રથમ રાહુલ પ્રથમ ઓવરના ચોથા બોલમાં આઉટ થઈ ગયો હતો.