ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે 246 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતે આપેલા 405 રનના ટાર્ગેટ સામે ઇગ્લેન્ડની ટીમ માત્ર 158 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે ઇગ્લેન્ડે બે વિકેટના નુક્સાને પર 87 રન બનાવ્યા હતા. એલેસ્ટર કુક 54 રને આઉટ થયો હતો. આ અગાઉ ભારતીય ટીમ 204 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પરિણામે ઇગ્લેન્ડને જીતવા માટે 405 રનનો પડકાર આપ્યો હતો. આ પહેલા ભારતની પ્રથમ ઇનિંગમાં 455 રનના જવાબમાં ઇંગ્લેન્ડ 255 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ચોથા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. રહાણે 26 રન પર આઉટ થયો હતો ત્યારબાદ કોઇ પણ બેટ્સમેન કમાલ બતાવી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 81 રન બનાવ્યા હતા. અશ્વિન 7 રને સહા 2માં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 4 જ્યારે આદિલ રાશીદે 3 વિકેટ ઝડપી હતી.
ભારતે પહેલી ઇનિંગ્સમાં કોહલી અને ચેતેશ્વર પુજારાની સદીની મદદથી ભારત 455 રન બનાવવામાં સફળ રહ્યું હતું. તો બોલિંગમાં તરખાટ મચાવતા આર. અશ્વિને 5 વિકેટ ઝડપી ઇગ્લીશ ટીમને 255 રનમાં ઓલ આઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.