બાળકોને હંમેશાં બિઝનેસ ગેમમાં કાગળની નકલી નોટોથી રમતા તમે જોયાં હશે. તમે પણ બિઝનેસ ગેમ રમતી વખતે એવી નકલી નોટ વાપરતી વખતે એનો ઉપયોગ કર્યો હશે. જોવામાં આ નકલી નોટ બિલકુલ અસલી નોટ જેવા જ લાગે છે. નજીકથી જુઓ તો તમને અસલી અને નકલી નોટ વચ્ચેનું અતંર જોઈ શકશો. પરંતુ આ નકલી નોટને મુંબઈમાં કંઈક આવું કરી દીધું હતું જેનાથી સોશિયલ મીડિયા પર એને લઈને જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.
આવી જ એક નકલી નોટ મુંબઈની એક અભિનેત્રી મેઘા ચક્રવતીને છેતરી ગઈ છે. તેમના હાથમાં એવી એક નોટ આવી ગઈ છે જે બિલકુલ 100 રૂપિયા જેવી જ લાગે છે જે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નહિ પણ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવી છે.
મેઘાને પોતાને ખબર નથી કે તેમની પાસે આ નોટ ક્યાંથી આવી. કદાચ તેમને લાગે છે કે કોઈ ટેક્સી ડ્રાઇવર અથવા રિક્ષાચાલકે તેને હાથમાં થમાવી દીધી હશે. મેઘાએ આ નોટ સોશિયલ મીડયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી હતી. જેને અત્યાસ સુધી દસ હજાર લાઇક્સ મળી ચૂકી છે અને 1616 વખત શેર થઈ ચૂકી છે.