શું તમે માંસાહાર કરો છો? તો તમારા માટે સારા સમાચાર છે. પાલીતાણામાં માંસાહાર છોડાવવા માટે આયુર્વેદિક મુરબ્બો બનાવવામાં આવ્યો છે. તો કઈ રીતે આ મુરબ્બો તમને માંસાહારમાંથી મુક્તિ અપાવશે જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં. હવે મળશે આયુર્વેદિક માંસાહાર. પાલિતાણામાં માંસાહાર છોડાવવા માટે બનાવાયો આયુર્વેદિક મુરબ્બો.
ધર્મનગરી પાલીતાણામાં માંસાહાર છોડાવવા માટેનો આયુર્વેદિક મુરબ્બો બનાવવામાં આવ્યો છે. શિક્ષક તરીકે વ્યવસાય કરતા નાથાલાલ ચાવડાએ આ મુરબ્બો બનાવ્યો છે. આ મુરબ્બો ભોજન સાથે લઈ શકાશે. ત્યારે નાથાલાલનું માનવું છે કે આ મુરબ્બો ખાવથી માંસાહારમાંથી મુક્તિ મળી શકશે.
આ ભુવડ મુરબ્બોમાં આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ કરાયો છે. જેમાં હથીળિયા થોરના બીયા તેમજ બિટનો ઉપયોગ કરાયો છે. બંનેના મિશ્રણથી મુરબ્બો બનાવાયો છે. જેમાં ભરપુર માત્રામાં વિટામિન મળી રહે છે. તો બીજીબાજુ માંસાહાર કરવાથી ઘણા લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. જેની સામે આયુર્વેદિક મુરબ્બો શરીર માટે ફાયદાકારક રહેશે. આમ આયુર્વેદિક મુરબ્બો ખાવાથી જો માંસાહારનું પ્રમાણ ઘટશે તો દેશભરમાંથી પશુહત્યાના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકાશે તેવું નાથાલાલનું માનવું છે.