બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / news_detail-22583

NULL / રાજકોટના યુવાને FB પર યુવતીને ફસાવી વારંવાર કાર અને હોટલમાં દુષ્કર્મ આચર્યુ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટના એક યુવકે વડોદરાની યુવતીને ફેસબુકના માધ્યમથી ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર કારમાં અને હોટેલમાં સેક્સ માણ્યા પછી અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

સમગ્ર ઘટના પ્રમાણે રાજકોટમાં આવેલા વેદાંત એપાર્ટમેંટમાં રહેતા પ્રહલાદ રામભાઇ ઓડેદરા નામના શખ્શે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી યુવતીને 1લી જૂને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. પોતે પારુલ કોલેજમાં સિવિલ એન્જિનીયરિંગ કરતો હોવાનું કહ્યું હતું. યુવતીએ તે સ્વીકારતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પછી પ્રહલાદે ધીરે ધીરે જાળ ફેલાવી હતી.

થોડા દિવસો પછી પ્રહલાદે 'તું મને બહુ ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે' તેમ કહેતાં યુવતીએ તેના માતાપિતાને વાત કરવા કહ્યું હતું. જોકે પ્રહલાદે લગ્નના બહાને યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો અને પછી બંને વચ્ચે મોબાઇલ પર વાત શરૂ થઈ. વારંવાર તે લગ્નની વાત કરતો પણ યુવતી ટાળી દેતી. એકવાર યુવતીના બર્થડે પર પ્રહલાદ તેના ઘર પાસે પહોંચી ગયો અને યુવતીને કારમાં બેસવા કહ્યું. યુવતીએ ના પાડતાં પ્રહલાદે તમાશો શરૂ કરતાં તે કારમાં બેઠી હતી. આ પછી બંને હોટેલમાં જમવા ગયાં પછી પ્રહલાદ તેને સુભાનપુરામાં સૂમસામ સ્થળે લઈ ગયો હતો. અહીં તેણે સેક્સ સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો પણ યુવતી તેને તાબે નહોતી થઈ.

આ બાદ થોડા દિવસો પછી પ્રહલાદ ફરીથી વડોદરા આવી યુવતીને આજવા હાઇવે બાજુ લઇ ગયો હતો અને કારમાં જબરદસ્તીથી સેક્સ માણ્યું હતું. આ પછી ઇએમઇ પાછળના રસ્તે તથા અકોટા વિસ્તાર બાજુ લઈ જઈ કારમાં અને ફતેગંજની એક હોટલમાં પણ જબરદસ્તીથી શરીર સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું. આમ પ્રહલાદ યુવતીને છ વખત કારમાં શહેરના સૂમસામ વિસ્તારોમાં લઇ ગયો હતો અને ત્રણ વાર કારમાં સેક્સ માણ્યું હતું.

થોડા દિવસ પછી પ્રહલાદે મારાં માતા પિતા જબરદસ્તીથી લગ્ન કરાવે છે તેમ કહ્યું હતું. યુવતીએ તેને વડોદરા બોલાવતાં પ્રહલાદે 10 કરોડની માંગ કરી હતી. એ પછી તે જતો રહ્યો અને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન પછી પણ પ્રહલાદ આ યુવતીને હોટેલના રૂમમાં લઇ ગયો હતો અને સેક્સની માગ કરી હતી. 
જો કે યુવતીએ ઇન્કાર કરતાં પ્રહલાદે યુવતીને માર મારી કપડાં ખેંચી બળજબરીથી શરીર સુખ માણ્યું હતું. યુવતીએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતા તેણે સામે ધમકી આપી હતી કે મારા પિતા નિવૃત્ત પી.આઇ હતા અને તું કંઇ ઉખાડી નહીં શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ