ગુજરાત દરિયાઈ સીમામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વિભાગ એલર્ટ બન્યું છે. જેમાં કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 9 શખ્સોની અટકાયત કરી છે. અને ઝડપાયેલા શખ્સોને પોરબંદર લઈ જવાયા છે.
આ સાથે દરિયાઈ વિસ્તારોમાં એલર્ટના આદેશ આપી દેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીઓકેમાં ભારતીય સૈન્યના સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતમાં આતંકી ઘુસણખોરીની દહેશત ફેલાયેલી છે. ત્યારે પોરબંદરમાં એક પાકિસ્તાની બોટ સાથે 9 જેટલા ક્રૂ મેમ્બરને ઝડપી લેવાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.