બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / news_detail-22555

NULL / Movie Review: જાણો કેવી છે ફિલ્મ 'M.S Dhoni- The Untold Story'

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકપ્રિય બોલિવુડ ફિલ્મ જેવી કે બેબી સ્પેશિયલ 26 અને અ વેનસ ડે જેવી ફિલ્મો આપનારા ડિરેક્ટર નીરજ પાંડે હવે આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ લઈને આવ્યા છે. 'M.S Dhoni- The Untold Story' ફિલ્મ મહેન્દ્ર સિંહના જીવન અને તેના ક્રિકેટર બનવાની સફર પર બનેલી છે. ફિલ્મ આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે જાણો ફિલ્મના રિવ્યૂ વિશે. 

સ્ટોરી
મહેન્દ્ર સિંહ ધોની (સુશાંત સિંહ રાજપૂત) મૂળ ફુટબૉલ પ્લેયર છે પણ એક દિવસ ક્રિકેટ કોચ તેને જુએ છે. જબરદસ્ત ગોલકીપર બનવાની ક્ષમતા ધરાવતા ધોનીમાં તેને વિકેટકીપર દેખાય છે અને ધોનીની લાઇફ ચેન્જ થવાની શરૂ થાય છે. જોકે પપ્પા પાન સિંહ (અનુપમ ખેર) ઇચ્છે છે કે ધોનીને એક સારી સરકારી નોકરી મળી જાય. પપ્પાની ઇચ્છા પૂરી કરવા માટે ધોની રેલવે-સ્ટેશન પર ટિકિટચેકરની નોકરી સ્વીકારી લે છે પણ પોતાની ક્રિકેટ છોડવા તે રાજી નથી. રેલવે-સ્ટેશન અને ક્રિકેટ વચ્ચે ધોની હિંમત હાર્યા વિના દોડાદોડી કરે છે અને પોતાની કરીઅરને આગળ વધારે છે. કરીઅરને આગળ વધારવાની આ દોટમાં જ તેની લાઇફમાં પ્રિયંકા (દિશા પટણી) આવે છે અને તેની ક્રિકેટની દિશામાં તેના દરવાજાઓ પણ એ જ સમયે ખૂલવા માંડે છે. જોકે નાનકડા ગામના ધોનીને સિલેક્ટરથી માંડીને બોર્ડના સભ્યો કોઈ સિરિયસલી લેવા તૈયાર નથી. હવે ધોનીનો નવો સંઘર્ષ શરૂ થાય છે. ફિલ્મમાં તેના સાક્ષી (કિયારા અડવાણી) સાથેના તેના લગ્ન અને વર્લ્ડકપ જીતી લેવાનો ઘટનાક્રમ પણ આવરી લેવાયો છે.

ફિલ્મના મજબૂત અને નબળા પાસાઓ
ફિલ્મનું નબળું પાસું તેની લંબાઈ છે. ક્યારેક ક્યારેક ગીતોની લંબાઈ બોર કરે છે. આ ગીતોને એડિટ કરી શકાત તો ફિલ્મ વધારે ક્રિસ્પ બની હોત. આ ત્રણ કલાકની ફિલ્મ બહુ લાંબી લાગે છે. ફિલ્મમાં ધોનીનું પાત્ર સુશાંત સિંહ રાજપૂતે કર્યું છે તો ધોનીની ગર્લફ્રેન્ડ બની છે દિશા પટણી. ધોનીની પત્ની સાક્ષીનો રોલ કિઆરા અડવાણીએ કર્યો છે. ફિલ્મમાં ધોનીના પપ્પા અનુપમ ખેર છે અને બહેનનું બની છે ભૂમિકા ચાવલા. ફિલ્મમાં તમામ કલાકારોએ પોતાના પાત્રને અનુરૂપ સારો અભિનય કર્યો છે.

જો તમને સ્પોર્ટ્સને લગતી કે પછી બાયોપિક ફિલ્મો જોવામાં રસ હોય તો આ ફિલ્મ અચૂક જોવી 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ