અમેરિકન ટીવી સીરીઝ ક્વાન્ટિકોમાં અભિનય કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ફોર્બ્સ મેગેઝિનની સૌથી વધુ કમાણી કરતી ટીવી એક્ટ્રેસિસની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પ્રિયંકા ચોપરા દેશની પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે જે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસિસમાં ફોર્બ્સની યાદીમાં સ્થાન પામી છે.
આ યાદીમાં પ્રિયંકા 73 કરોડ રૂપિયાની કમાણી સાથે 8માં નંબર પર છે. ફોર્બ્સની આ લિસ્ટમાં ટીવી સીરીઝ 'મોર્ડન ફેમિલી'થી જાણીતી બનેલી કોલંબિયન-અમેરિકન એક્ટ્રેસ સોફિયા વર્જારા 288 કોરોડ રૂપિયાની કમાણી સાથે પ્રથમ નંબર પર છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાય સમયથી અમેરિકન ટીવી સિરિઝ ક્વોન્ટિકો માટે શૂટિંગ કરી રહી છે. જે થકી તેની આવકમાં વધારો થયો છે. આ યાદીમાં અન્ય કોઈપણ ભારતીય એક્ટ્રેસનો સમાવેશ કરવામાં આવ્યો નથી.