દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોન્હાપે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ તૈયારી પૂરી કરી લીધી છે અને કોઈ પણ સમયે ત્રીજી સુરંગથી પરીક્ષણ કરી શકે છે. ઉત્તર કોરિયાએ ગત શુક્રવારના રોજ પરમાણું પરીક્ષણ કર્યું હતું જે પહેલા ચાર પરીક્ષણોની સરખામણીમાં સૌથી શક્તિશાળી હતું.
અમેરિકા સહિતના ઉત્તર કોરિયના પડોશી દેશોએ તેની ઘણી નિંદા કરી હતી અને કોઈ પણ હુમલાની પરિસ્થિતિમાં ઉત્તર કોરિયમાં ભારે તબાહી મચાવવાની ચેતવણી આપી હતી.