ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-21472

NULL / રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નર્મદા ડેમ 121.92 મીટરની સપાટી વટાવતા 23 ગામો એલર્ટ

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જામનગરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો. ધ્રોલમાં સૌથી વધુ વરસાદ 13 ઇંચ નોંધાયો છે. તો લાલપુરમાં 9 ઇંચ કાલાવડમાં 10 ઇંચ અને જામજોધપુરમાં 8.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નીચાણવાળા વિસ્તામાં પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 


તો આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આકડા પર નજર કરીએ તો. રાજકોટમાં 112 મિમી ધોરાજીમાં 86 મિમી ગોંડલ 38 મિમી જામકંડોરણા 92 મિમી જેતપુરમાં 55 મિમી કોટડાસાંગાણીમાં 61 મિમી લોધીકામાં 135 મિમી ઉપલેટામાં 113 મિમી  અને પડધરી 172 મિમી વરસાદ નોંધાયો છે.


વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં મૂશળધાર વરસાદ વરસતા વાપી ઉમરગામ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતાં. મધુબન ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં 1 લાખ 82 હજાર 861 કયૂસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 74.90 મીટરે પહોંચી છે. ડેમના 10 દરવાજા 3 મીટર ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ 33 હજાર 457 કયૂસેક પાણી છોડાયું છે. તો સાથે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલાનું તંત્ર એલર્ટ પર છે .અને સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે.


સમગ્ર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ગુજરાતની ચેરાપુંજી ગણાતા ડાંગમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ગિરી મથક સાપુતારા અને વઘઇમાં ખાબક્યો છે. જો કે જિલ્લામાં આવેલ પૂર્ણા અંબિકા જેવી તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે.તો સાપુતારામાં આવેલ સર્પગંગા તળાવ  અને આહવાનું તળાવ સંપૂર્ણ ભરાઈ જતા લોકોએ રાહત અનુભવી છે.


રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થઈ ગયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 122.03 મીટરે પહોંચી ચૂકી છે. ડેમ 121.92 મીટરે ઓવરફ્લો થાય છે. હાલ ડેમમાં દર કલાકે જળ સપાટીમાં 5 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં છેલ્લા કેટલાક સમયથી વરસતા વરસાદને લઈને નર્મદા નદીમાં સતત નવા પાણીનો ઉમેરો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં 1 69 573 કયુસેક પાણીની આવક થઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ