ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ક્રિકેટમાં ક્યારેક ક્યારેક એવા બનાવ બની જતા હોય છે. જે સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. આજે અમે તમને આવાજ એક બનાવ વિશે જણાવા જઈ રહ્યા છે. હાલ જે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની જે બીજી ટેસ્ટ ચાલી રહી છે. તેમા નો બોલ અને વાઈટ બોલ ન હોવા છતા પણ 7 રન એક બોલમાં બન્યા છે. જેમા બાંગ્લાદેશની ટીમે એક બોલ પર 7 રન આપ્યા છે.
પહેલા ફિલ્ડરે કેચ ડ્રોપ કર્યો
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ અને બાગ્લાદેશ વચ્ચે રવિવારે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. જેમા બાંગ્લાદેશે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો ત્યારે 26મીં ઓવર બાદ બાંગ્લાદેશે 7 રન બનાવ્યા હતા. ઓવર બોલર હુસેન નાખી રહ્યો હતો. જેમા બેટ્સમેને શોટ માર્યો ત્યારે પહેલા તો ફીલ્ડરે કેચ ડ્રોપ કર્યો હતો.
Meanwhile, across the Tasman Sea... ⛴️
— Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022
Chaos in the field for Bangladesh as Will Young scores a seven (yes, you read that correctly!) 😅#NZvBAN | BT Sport 3 HD pic.twitter.com/fvrD1xmNDd
ADVERTISEMENT
ટોમ લાથમે દોડીને ત્રણ રન લીધા
ADVERTISEMENT
બોલ ફિલ્ડરના હાથમાં વાગ્યા બાદ તેણે થર્ડ મેનને આપ્યો એટલા સમયે ટોમ લાથમે દોડીને ત્રણ રન લઈ લીધા હતા. પરંતુ બોલ જો બાઉન્ડ્રીને ટચ ન થયો અને વિકેટકિપર પાસે થ્રો ગયો. ત્યારે વિકેટ કિપરે થ્રો બીજી તરફ કર્યો તો બોલ ફીલ્ડરને પાર થઈને બાઈડ્રી લાઈનને પાર જતી રહી જેથી 4 રન બીજા મળ્યા એટલે 3 અને 4 મળીને ન્યુઝીલેન્ડની ટીમને 7 રન મળ્યા હતા.
ઓવર થ્રો ને કારણે ટીમને 4 રન મળ્યા
ADVERTISEMENT
ઓવર થ્રો ને કારણે ન્યૂઝીલેન્ડની ટીમને બીજા ચાર મળ્યા અને આવું થવાને લઈને બાંગ્લાદેશની ટીમ ભારે નિરાશ થઈ હતી. જોકે આપને જણાવી દઈએ કે આવું ટેસ્ટ ક્રિકેટમાં ઘણું ઓછું જોવા મળતું હોય છે.
ન્યૂઝીલેન્ડ માટે આ મેચ મહત્વની
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન ટોમ લાથમે સારી બેટીંગ કરીને પોતાની 12 સદી આજે પુરી કરી. તેણે 29 મેચ પછી ટેસ્ટમાં પહેલી વાર સો રન કર્યા છે. છેલ્લી સદી તેમણે 2019માં ઈગ્લેન્ડની સામે મારી હતી. જોકે અગાઉ ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લા દેશની જીત થઈ હતી. જો આ મેચ ન્યૂધીલેન્ડ હાર્યું અથવા ડ્રો થઈ તો બાંગ્લાદેશ સિરીઝ જીતી જશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો