બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / New covid strain spikes fear in BSE as sensex dwindles 1400 points

બિઝનેસ / શેરબજારમાં બ્લેક મન્ડે; આ એકમાત્ર કારણથી રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબી ગયા

Published By: Shalin

Last Updated: 07:39 PM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UKમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના સમાચારથી ભારતીય શેર બજારો પર માઠી અસર પડી છે.

આજે સવારે ભારતીય શેર બજારો ઘટીને ખુલ્યા હતા. બપોરે 2.30 વાગ્યા પછી બપોરના સત્રમાં થોડી રિકવરી આવી હતી અને અંતે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) સેન્સેક્સ 1406.73 અંક એટલે કે 3 ટકા તૂટીને 45,553.96 ની સપાટીએ બંધ રહ્યો હતો. આને કારણે આજે રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબી ગયા હતા.

નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો નિફ્ટી પણ 432.15 અંક એટલે કે 3.14 ટકા ઘટીને 13,328.40 ની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા શેર બજારોમાં પ્રોફિટ બુકિંગનું એટલું દબાણ વધ્યું હતું કે સેન્સેક્સ 2000 પોઇન્ટથી વધુ ઘટીને 44,923 પોઇન્ટ પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 500 પોઇન્ટના ઘટાડા સાથે 13,131.45 પર પહોંચી ગયો છે.

એક સમયે 47000ની વિક્રમજનક સપાટી વટાવી ગયો હતો સેન્સેક્સ

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે સવારે 09:25 વાગ્યે, આંતરરાષ્ટ્રીય સ્તરે મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય બજારો નબળા શરૂ થયા હતા. સેન્સેક્સ 180 અંક એટલે કે 0.38 ટકા ઘટીને 46,780 ની આસપાસ અને નિફ્ટી 58 અંક અથવા 0.43 ટકા તૂટીને 13,702 પર ફરી રહ્યો હતો. 

આ પછી, બજારમાં તેજી જોવા મળી હતી અને સવારે 10:30 વાગ્યે, સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો અને 47,000 ની ઉચ્ચતમ સપાટીને પાર કરી ગયો. આ સમય દરમિયાન નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે આગળ વધી રહ્યો હતો. લાર્સન અને ટુબ્રો, રિલાયન્સ અને ઇન્ફોસિસમાં તેજીનો લાભ બજારને મળી રહ્યો હતો.

પ્રોફિટ બુકીંગ વચ્ચે રિલાયન્સ શેર બન્યો ટોપ ગેનર

આ પછી, ટાટા મોટર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તેનો સ્ટોક 2 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર બની ગયો હતો. પછી ટાટા સ્ટીલમાં પણ પ્રોફિટ બુકીંગ હાવી થઇ ગયું. જો કે, કેજી બેસીનના આર ક્લસ્ટરમાં ગેસનું ઉત્પાદન શરૂ થવાને કારણે રિલાયન્સ ભારે ખરીદીમાં જોવા મળ્યો હતો. તેના શેર 1 અઠવાડિયાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા હતા. 

આ ઉથલપાથલનો તબક્કો ચાલુ રહ્યો અને L&T ફરીથી વધ્યો અને તેમાં ફેબ્રુઆરી 2020 પછીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શતા લગભગ 3.5% નો વધારો નોંધાયો. આ પછી, બપોરે 1.15 વાગ્યાની આસપાસ, ઉપલા સ્તરો પર ICICI બેંક, HDFC દ્વારા દબાણ વધ્યું હતું. નિફ્ટી બેંક, મિડકેપ ઈન્ડેક્સને માર પડવાનું શરુ થઇ ગયું હતું.

આ રીતે પ્રોફિટ બુકીંગ વધતું જ ગયું અને શેરબજાર પડતું જ ગયું 

આગામી અડધા કલાકમાં બજારમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો. નિફ્ટી બેંકમાં ભારે વેચવાલી શરુ થઇ અને 500 પોઇન્ટ તૂટી ગયા. ખાનગી બેંકોને પણ ભારે માર પડવાનો શરુ થયો. આટલું જ નહીં, મિડકેપ શેરોમાં પણ તૂટી ગયા. 

મિડકેપમાં ઓટો, મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ તીવ્ર બન્યું. જોકે, મિડકેપ આઇટી અને ફાર્મા શેરોમાં ખરીદી ચાલુ રહી. નોંધનીય છે કે આ પહેલા શેર બજારોએ સતત 6 દિવસ સુધી રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી હતી. આ પછી બજાર તૂટતું રહ્યું અને નિફ્ટી 600 પોઇન્ટથી વધુ તૂટી ગયો. આમાં ICICI બેંક, HDFC TWINS અને એક્સિસ બેંક સૌથી દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

BSE માર્કેટ કેપમાં 7 લાખ કરોડનો કડાકો 

L&Tમાં ફરી એકવાર ઘટાડો શરુ થયો અને બપોરે 2 વાગ્યા પછી તેના શેરો ઉપલા સ્તરોથી 6% નીચે આવી ગયા. બપોરે 2.15 થી 2.45 સુધી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસની નીચી સપાટીએ બજાર પહોંચી ગયું. બેંક નિફ્ટીના તમામ 12 શેરોમાં ઘટાડો થયો. 

BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 સ્ટોક્સ મંદીમાં ટ્રેડ કરી રહ્યા હતા. સરકારી તેલ કંપની ONGCમાં લગભગ 8.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય INDUSIND બેન્ક, SBI, NTPC, ITC, ICICI બેંક, સન ફાર્મા, TCS તમામ શેરોમાં ભારે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો હતો. આજે BSEના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 7 ટ્રિલિયનથી વધુનું એટલે કે 7 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

nifty sensex stock market નિફ્ટી શેરબજાર સેન્સેક્સ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ