બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / netizens reacts cadbury new diwali ad starring shah rukh khan as marketing masterstroke

Viral / શાહરૂખ ખાનની દિવાળીની નવી જાહેરાતથી સોશિયલ મીડિયા પર મચ્યો હડકંપ, લોકો આપી રહ્યાં છે એવા રિએક્શન કે...

Published By: Noor

Last Updated: 10:48 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલમાં જ આવેલી તેની કેડબરીની નવી એડને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

  • બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ફરી ચર્ચામાં
  • હાલમાં જ તેની કેડબરીની નવી એડ થઈ વાયરલ
  • લોકો આપી રહ્યાં છે રિએક્શન

શાહરૂખ ખાન આ જાહેરરાતથી નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે. માત્ર કેડબરીની જાહેરાત જ નહીં, પણ આ દિવાળી પર શાહરૂખ પણ સ્થાનિક દુકાનોમાંથી વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી રહ્યો છે. આ નાના વ્યવસાયો માટે ખરીદદારોને આકર્ષવા માટે આ જાહેરાત બનાવવામાં આવી છે. આ જાહેરાત દ્વારા કોઈપણ કરિયાણાની દુકાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી શાહરૂખ ખાનના અવાજ અને દેખાવનો ઉપયોગ કરીને તેની પ્રોડક્ટ વેચી શકે છે.

શાહરૂખ ખાનની આ જાહેરાતે તેના ચાહકોને આવા સમયે ઉજવણી કરવાનું કારણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર વોકલ ફોર લોકલની આ એડ ખૂબ જ વાયરલ થઈ રહી છે, લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને ખૂબ જ શેર પણ કરી રહ્યાં છે. અભિનેત્રી હુમા કુરેશીએ તેને શેર કરીને લખ્યું, 'કેટલી સુંદર જાહેરાત. દિવાળી દરેક માટે મીઠી હોવી જોઈએ. તમારી નજીકના નાના અને સ્થાનિક વ્યવસાયને ટેકો આપો. 

અભિનેત્રી શ્રુતિ સેઠે દિલના ઈમોજી સાથે લખ્યું, ' #કેડબરી અને શાહરુખ ખાનને પ્રેમ કરવાનું એક વધુ કારણ.' ફિલ્મ નિર્માતા ગિરીશ જોહરે ટ્વિટ કરીને લખ્યું, તો #કેડબરીએ ફરી એકવાર કરી બતાવ્યુ.. આ વખતે કિંગ ઓફ હાર્ટ્સ શાહરૂખ ખાન સાથે. આ #દિવાળી 2021 માં સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપો... ખૂબ જ નવીન, ખૂબ વિચારશીલ. 

જોકે, કેટલાક લોકોને આ જાહેરાત પસંદ નથી આવી અને તેમણે લોકોને કેડબરીનો બહિષ્કાર કરવાનું કહ્યું. એક યુઝરે લખ્યું કે, કેડબરીને તેમની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ડ્રગ આરોપી પરિવારની જરૂર છે. શું તેઓ સમાજમાં ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માટે સરોગેટ જાહેરાતો કરી રહ્યાં છે #BoycottCadbury."

અન્ય એક યુઝરે લખ્યું, આ દિવાળીમાં હું હિન્દુ તહેવારોને ડ્રગ મુસ્લિમ સુપરસ્ટાર્સને પ્રોત્સાહન આપવા માટે #કેડબરી ચોકલેટનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરું છું. @DairyMilkInએ આ વાત સાંભળવી જોઈએ. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન તેના દિકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં આરોપી બનાવ્યા બાદ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shah Rukh Khan cadbury new diwali ad netizens reacts Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ