બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટ્રેનની કન્ફર્મ ટિકિટ જોઇએ છે? તો રિઝર્વેશન વખતે અપનાવજો આ ટ્રિક, ખૂબ કામ લાગશે

કામની વાત / ટ્રેનની કન્ફર્મ ટિકિટ જોઇએ છે? તો રિઝર્વેશન વખતે અપનાવજો આ ટ્રિક, ખૂબ કામ લાગશે

Last Updated: 02:18 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુક કરાવવાના નિયમમાં ફેરફાર કરાશે. આ નિયમ 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે. જેમાં રિઝર્વેશન પ્રોસેસના સમયમાં ફેરફાર કરાશે.

ભારતીય રેલવેમાં કરોડો લોકો મુસાફરી કરે છે. જેમાં અમુક વખત વધારે મુસાફરોને કારણે ટિકિટ બુકિંગ પણ નથી થઈ શકતું. એવામાં 1 ઓક્ટોબરથી ઓનલાઈન ટ્રેન રિઝર્વેશન માટેના નિયમો કડક કરાશે. જેમાં માત્ર આધાર-લિંક્ડ એકાઉન્ટ ધરાવતા લોકો જ સવારે 8 વાગ્યે બુકિંગ ખુલ્યાના 15 મિનિટમાં રિઝર્વેશન કરાવી શકશે. આ સિવાય અધિકૃત IRCTC એજન્ટોને પહેલી 10 મિનિટ સુધી બુકિંગ કરાવવાની પરવાનગી આપવામાં નહીં આવે એટલે કે તેઓ 10 મિનિટ બાદ જ બુકિંગ કરાવી શકશે. તો ચાલો જાણીએ કે સામાન્ય લોકોએ ક્યારે રિઝર્વેશન કરાવવું જ્યારે કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધુ હશે.

ભારતીય રેલ્વેએ પહેલા IRCTC યૂઝર્સ  માટે તત્કાલ બુકિંગ માટે આધાર ફરજિયાત બનાવ્યુ હતું જેથી ખોટી રીતે ટિકિટ બુકિંગને અટકાવી શકાય. હવે બુકિંગ ખુલ્યાના પ્રથમ 10 મિનિટ માટે આધાર લિંકિંગ ફરજિયાત કરાયું છે. આ નવો નિયમ આધાર-લિંક્ડ યુઝર્સને ટિકિટ મળવાની શક્યતા વધારશે.

નવા નિયમ મુજબ, હવે રેલવેમાં રિઝર્વેશન 60 દિવસ અગાઉથી ખુલે છે. 60 દિવસ બાદ ઉપડતી ટ્રેનો માટે સવારે 8 વાગ્યે રિઝર્વેશન શરૂ થાય છે. કેમ કે, વિન્ડો ટિકિટ માટે PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)  સવારે 8 વાગ્યે ખુલે છે. જેથી IRCTC યુઝર્સ માટે એક નવો આધાર લિંકિંગ નિયમ રજૂ કરાયો છે.

ક્યારે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધારે?

સવારે 8 વાગ્યે બુકિંગ ખુલતાની સાથે જ દેશભરના IRCTC યુઝર્સ રિઝર્વેશન પ્રોસેસ શરૂ કરે છે. આથી સર્વર સ્લો થઈ જાય છે. મોટાભાગના યુઝર્સ પાસે સામાન્ય ઇન્ટરનેટ ઍક્સેસ હોય છે, જેમાં સમય લાગે છે. આ સમય દરમિયાન કન્ફર્મ ટિકિટ બુક કરાય છે. એવામાં  IRCTC અધિકૃત એજન્ટો પાસે ઇન્ટરનેટ સ્પીડ વધુ ઝડપી હોય છે, પરંતુ તેમને પ્રથમ 10 મિનિટ માટે તેની મંજૂરી નથી હોતી. જો કોઈ 10 મિનિટની સમય મર્યાદામાં અધિકૃત IRCTC એજન્ટ દ્વારા રિઝર્વેશન કરાવે છે તો તેમને નિયમિત યુઝર્સ કરતાં કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધુ હોય છે.

વધુ વાંચો : WhatsAppથી મિનિટોમાં જ બુક થઇ જશે LPG સિલિન્ડર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ઉલ્લેખનીય છે જે, સૌથી વધુ સંભવિત સમય માત્ર 5 મિનિટનો રહેશે. ત્યારબાદ બધા યુઝર્સ (આધાર લિંકેજ વગરના) આવશે જેનાથી એક સાથે બુકિંગની સંખ્યામાં વધારો થશે. આથી સવારે 8:10 થી 8:15 વાગ્યા દરમિયાન અધિકૃત એજન્ટ પાસેથી બુકિંગ કરાવવાથી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા સૌથી વધુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Ticket Booking Railway Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ