બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / nearly 8 lakh amdavadis register for covid vaccine
નોંધનીય છે કે આ ઉમેદવારો પૈકી 6 લાખ 55 હજાર લોકો 50 વર્ષથી મોટી ઉંમરના અને 24 હજાર લોકો 50 વર્ષથી નાના પણ કોઈ બીમારીથી પીડાતા છે.
ADVERTISEMENT
ખાનગી અને સરકારી સંસ્થાઓના હેલ્થ વર્કર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું
આ સાથે 2192 ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકના 19,920 હેલ્થકેર વર્કર અને સરકારી UHC, CHC, હોસ્પિટલ અને મેડિકલ કોલેજોના 33,762 હેલ્થ કેર વર્કર્સે રજીસ્ટર કરાવ્યું છે. આ અહેવાલ AMCએ રેકોર્ડ કર્યો છે.
ADVERTISEMENT
અલગ અગલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રસીકરણમાં જોડાશે
આ મુદ્દે AMCએ ટ્રેઇનિંગ પ્રોગ્રામ / મિટિંગ યોજી હતી. જેમા સરકારી અધિકારીઓ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને હેલ્થ ઓફિસર્સ હાજર રહ્યા હતા. કોરોનાના રસીકરણમાં 20 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જોડાયા છે. આ ડિપાર્ટમેન્ટમાં મેલેરિયા, હેલ્થ, પબ્લિસિટી, એસ્ટેટ, ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, ફાયર, સ્કૂલ બોર્ડ, ટેક્સ, અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઈ ગવર્નન્સ જેવા વિભાગોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
AMCએ કયા નાગરિકોને પહેલા રસી આપવી તેની પ્રાથમિકતા ગોઠવી છે
આ ટ્રેઇનિંગમાં 203 જેટલા હેલ્થ સ્ટાફ, 4358 જેટલા સપોર્ટિંગ સ્ટાફ અને 88 જેટલા ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે. આ પહેલા AMC 50થી વધુ વર્ષની ઉંમરના નાગરિકોનો ડોર ટુ ડોર સર્વે પણ લીધો હતો જેથી કોને રસી પહેલા આપવી તેની પ્રાથમિકતા ગોઠવી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.