બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / ncb extracting aryan khan deleted whatsapp chats and checking bank account details

ડ્રગ્સ કેસ / આર્યન ખાનના વોટ્સએપમાંથી ડિલિટ ચેટ અને બેંક ડિટેલ શોધી રહી છે NCB

Dharmishtha

Last Updated: 09:11 AM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCB આર્યન ખાન સહિત તમામ ધરપકડ કરાયેલા આરોપીઓની નાણાં લેવડદેવડની તપાસ કરી રહી છે.

  • NCB નાણાં લેવડદેવડની તપાસ કરી રહી છે
  • આર્યન ખાનની  જામીનનો વિરોધ કરશે NCB
  • કેટલાક આરોપીઓની લેવડ-દેવડના રિપોર્ટને એકત્રિત કરી ચૂકી છે

NCB નાણાં લેવડદેવડની તપાસ કરી રહી છે

નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરો (NCB) ક્રુઝ શિપથી ડ્રગ્સ જપ્ત થવાના મામલામાં અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત તમામ ધરપકડ કરાયેલા આરોપીઓની નાણાં લેવડદેવડની તપાસ કરી રહી છે.  આ માટે આરોપીઓના મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી હટાવવામાં આવેલા મેસેજ અને વ્હોટ્સએપ ચેટને કાઢી રહી છે.  એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.

આર્યન ખાનની  જામીનનો વિરોધ કરશે NCB

NCB સાથે જોડાયેલા અધિકારીએ એમ પણ કહ્યું કે એજન્સી 26 ઓક્ટોબરે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયની સામે સુનવણી માટે નિર્ધારિત આર્યન ખાનની  જામીનનો વિરોધ કરશે. NCBએ 2 ઓક્ટોબરે મુંબઈ તટ પર ક્રુજ શિપ પર રેડ મારી અને કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા બાદથી અત્યાર સુધી 20 લાખ લોકોની ધરપકડ કરી ચૂકી છે.

કેટલાક આરોપીઓની લેવડ-દેવડના રિપોર્ટને એકત્રિત કરી ચૂકી છે

NCBના અધિકારીનું કહેવું છે કે તપાસ દળ પહેલા જ આવા કેટલાક આરોપીઓની લેવડ-દેવડના રિપોર્ટને એકત્રિત કરી ચૂકી છે. જેનાથી વ્યાવસાયિક ઉપયોગમાં લેવાતા અથવા મોટા પ્રમાણમાં કૈફી દ્રવ્યો જપ્ત કર્યા છે. એજન્સી આરોપીઓની આવકના સ્ત્રોતોની તપાસ કરી રહી છે.  અધિકારીએ કહ્યું કે તપાસ દળ આરોપીના મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોમાંથી ડિલીટ કરવામાં આવેલા મેસેજ અને વ્હોટ્સએપ ચેટને કાઢી રહી છે અને તપાસ કરી રહી છે કે શું તેમણે એક બીજા સાથે સંવાદ કરવા માટે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.

 શંકાસ્પદો પાસે મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત 

NCBની રેડ દરમિયાન કથિત રીતે કેટલાક આરોપીઓની પાસે એમડીએમએ મેળવ્યું હતુ. અધિકારીઓએ કહ્યું કે આ પદાર્થ વધારે યુરોપ અને અમેરિકાથી મંગાવવામાં આવે છે અને એજન્સી આ વાતની તપાસ કરી રહી છે કે આરોપીઓએ આને ક્યાંથી મેળવ્યોય  NCB અધિકારીએ કહ્યું કે અભિનેત્રી અનન્યા પાંડેથી NCBએ મામલાના સંબંધમાં પુછપરછ કરી છે અને તે તપાસમાં સહયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે ગુરુવારે એજન્સીએ શહેરમાં 6 સ્થાનો પર તપાસ કરી અને કેટલાક શંકાસ્પદો પાસે મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા.

આની પહેલા સવારે શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાનીને દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટમાં NCB ઓફિસ પહોંચતા જોવા મળી હતી. NCBની એક ટીમ ગુરુવારે ઉપનગરીય બાંદ્રામાં શાહરુખ ખાનના ઘર મન્નત પહોંચી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bank account NCB aryan khan આર્યન ખાન ડ્રગ્સ મુંબઈ ncb
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ