બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / NCB declares names in drugs case, Eight persons Aryaan Khan are being questioned

BIG BREAKING / મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBએ આર્યન ખાન સહિત આઠ નામો જાહેર કર્યા, બોલિવૂડ લિન્ક પર 'મોટો ધડાકો'

Published By: Parth

Last Updated: 02:35 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈથી ગોવા જઈ રહેલ ક્રૂઝમાં NCBની રેડ મામલે હવે સત્તાવાર રીતે શાહરુખ ખાનનાં દીકરા આર્યનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

  • NCBની રેડ મામલે આધિકારીક રીતે નામ જાહેર 
  • શાહરુખ ખાનનો દીકરો પણ કાળી કરતૂતમાં સામેલ 
  • બોલિવૂડ લિન્ક સામે આવતા દેશભર ખળભળાટ 

આધિકારિક રીતે નામ જાહેર 
મુંબઈ થી ગોવા જઈ રહેલ ક્રૂઝ પર ડ્રગ્સની પાર્ટી મામલે NCBએ નામોની આધિકારિક જાહેરાત કરી છે. જે નામો જાહેર કર્યા છે તેમાં સૌથી મોટું નામ શાહરુખ ખાનનાં દીકરા આર્યન ખાનનું છે, આર્યનની સાથે સાથે તેના મિત્રો પણ ડ્રગ્સ લઈને મોજ કરી રહ્યા હોવાની આશંકા છે અને બધા સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

કોણ કોણ રેવ પાર્ટીમાં ઝડપાયું? 
આર્યન ખાન
ગોમિત ચોપરા
અરબાઝ મર્ચેન્ટ
મુનમુન ધમેચા
નુપુર સારિકા
ઇસમીત સિંહ
મોહક જસવાલ
વિક્રાંત છોકર
 

NCBનાં ચીફનો ધડાકો: બોલિવૂડ કનેક્શન આવ્યું સામે 
NCBનાં ચીફ SN પ્રધાને મીડિયા એજન્સી ANIને આપેલ માહિતી અનુસાર આ રેડ પહેલા બે સપ્તાહથી તપાસ કરવામાં આવી હતી અને ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ રેડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પ્રધાને  સૌથી મોટો ધડાકો કર્યો છે કે આ સમગ્ર કેસમાં બોલિવૂડ લિન્ક પણ પ્રકાશમાં આવ્યા છે. 

શું છે સમગ્ર મામલો:
NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક મોટા સ્ટારનો દીકરો પાર્ટીમાં પકડાયો છે.  પાર્ટીમાં ડ્રગ્સ પણ પકડાયું છે. નોંધનીય છે કે જ્યારએ મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી. NCBએ હજુ સુધી આધિકારિક રૂપે કોઈ નામનો ખુલાસો કર્યો નથી. ક્રૂઝ પર જે લોકો પકડાયા છે તેમને મુંબઈ લાવી દેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

NCBનું પહેલું રિએક્શન 
NCBના અધિકારીઓએ કહ્યું કે સમગ્ર કેસમાં બોલિવૂડ એક્ટરનાં દીકરાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે. જોકે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરીને અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તેમની અટકાયત એટલે કે ડિટેન કરવામાં આવતા છે. વાનખેડેએ કહ્યું કે કેસમાં આઠથી દસ લોકો સામે તપાસ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ જમા કરવામાં આવ્યું છે. વાનખેડેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પાર્ટીમાં કોઈ મોટો અભિનેતા પકડાયો છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તેના પર કોમેન્ટ ન કરી શકું.

સંકળાયેલા મુદ્દાઓ

drugs case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ