ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / nawab malik released an audio tape between stanley dsouza and ncb officer

Aryan khan drugs case / કોઈ આડી અવળી હરકત ન જોઈએ, મારી પાસે તારું લોકેશન છે...નવાબ મલિકના ઓડિયો બોમ્બથી ખળભળાટ

Published By: Mayur

Last Updated: 02:01 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં હવે રાજકીય રંગ પકડાઈ ગયો છે. નવાબ મલિક NCB ની સામે હાથ ધોઈને પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

આર્યન ખાન ડ્રગ કેસમાં NCP નેતા નવાબ મલિક એક પછી એક ખુલાસા કરી રહ્યા છે. હવે નવાબ મલિકે ઓડિયો બોમ્બ ફોડ્યો છે. નવાબ મલિકે ટ્વિટર પર ઓડિયો શેર કરતા દાવો કર્યો છે કે આ ઓડિયો NCB અધિકારી અને સ્ટેનલી ડિસોઝા વચ્ચેની વાતચીતનો છે. આ ઓડિયો આર્યન ખાન ડ્રગ કેસ સાથે જોડાયેલો છે. નવાબ મલિકનું કહેવું છે કે સ્ટેનલી ડિસોઝા સાથે વાત કરનાર અધિકારીનું નામ વીવી સિંહ છે.

આર્યન ખાન કેસમાં ડિસોઝાનું નામ કેવી રીતે આવ્યું

આર્યન ખાન ડ્રગ કેસમાં સ્ટેનલી ડિસોઝાનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે એફિડેવિટ ફાઇલ કરી. પ્રભાકર સેલે દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડાવવાના બદલામાં કિરણ ગોસાવી અને સ્ટેનલી ડિસોઝા વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં 25 કરોડની લાંચની વાત થઈ હતી, જેમાં સમીર વાનખેડેને 8 કરોડ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.


ઓડિયોમાં શું છે
એનસીપી નેતા નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલા ઓડિયોમાં સ્ટેનલી ડિસોઝા અને એનસીપી અધિકારી વીવી સિંહ વચ્ચે વાતચીત થઈ રહી છે. ડીસોઝા NCB અધિકારીને બોલાવે છે અને પોતાનો પરિચય આપે છે.

બંને વચ્ચે વાતચીત

ડિસોઝા- હેલો, હું સેનવિલે ડિસોઝા બોલી રહ્યો છું.

NCB ઓફિસર- કોણ સાનવિલ?

ડિસોઝા- જેના ઘરે તમે નોટિસ આપી હતી.

NCB ઓફિસર- તું બાંદ્રામાં રહે છે ને? તું ક્યારે આવે છે?

ડિસોઝા- હું મુંબઈ પહોંચ્યો નથી. મારી તબીયત સારી લાગતી નથી.

NCB ઓફિસર- તું ફરી ક્યારે આવે છે?

ડિસોઝા- સર, મારી તબિયત સારી નથી. હું સોમવારે આવું છું.

NCB ઓફિસર- સોમવારે નહીં, બુધવારે આવ. હું સોમવારે નથી અને તારો ફોન લાવજે, મારે કોઈ હરકત નથી જોઈતી. મારી પાસે તારો IMEI નંબર તૈયાર છે. હું તને વોર્ન કરું છું

(આ ઓડિયો ટેપની વિટીવી ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી)

નવાબ મલિક દ્વારા રોજ નવા નવા ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ ક્લિપ બાદ વધુ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

NCB Nawab Malik aryan khan drug case audio viral mumbai cruise drugs case stanley dsouza Aryan Khan drugs Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ