બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / navsari love birds crime news

નવસારી / ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થયાના 5 મહિના બાદ પ્રેમી-પંખીડાઓ થયા છુમંતર, આ ભૂલના કારણે પ્રેમી થયો જેલ ભેગો

Kinjari

Last Updated: 06:13 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે પ્રેમમાં માણસ આંધળો થઇ જાય છે. પ્રેમમાં માણસ કંઇ પણ કરી શકે છે અને જો પ્રેમિકા ના કહે તો તેને ભોળવીને ભગાડીને લઇ જવામાં આવે છે. બસ આવો જ કિસ્સો બન્યો છે નવસારીમાં. જ્યાં પ્રેમમાં પાગલ થઇને પ્રેમી સાથે પ્રેમિકા ફરાર થઇ ગઇ છે.

  • નવસારીમાં બની સગીરાને ભગાડવાની ઘટના 
  • સોશ્યલ મિડીયા પર થઇ હતી મુલાકાત 
  • 17 વર્ષની સગીરાને ભગાડી ગયો યુવક 

 

સમાજમાં સોશ્યલ મીડિયાને કારણે પરિવર્તન સાથે પતન થઈ રહ્યું છે, નવસારીમાં રહેતી સગીર યુવતીને સુરતનો મજૂર યુવાન સાથે આંધળો ઓનલાઇન પ્રેમ થયો હતો, પાંગરેલા પ્રેમને કારણે યુવતી યુવાન સાથે સુરત ભાગી ગયા બાદ નવસારી પોલીસે 5 દિવસે પ્રેમી યુવાનને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કર્યો છે

સોશ્યલ મિડીયાએ દાટ વાળ્યો
હાલમાં સોશ્યલ મીડિયાને કારણે વિશ્વ ગામડું બની ગયું હોય તેમ કનેક્ટિવિટીથી સામાજિક અંતર દૂર થયું છે, ત્યાર સોશ્યલ મીડિયાની બ્લેક સાઈડપણ સામે આવી રહી છે, નવસારીમાં રહેતી 17 વર્ષીય સગીરા માતા અને ભાઈ સાથે રહે છે, વર્ષો પહેલા પતિને ગુમાવનાર માતા ખાનગી હોસ્પીટલમાં નર્સનો વ્યવસાય કરીને માંડ માંડ બે છેડા ભેગા કરીને દીકરીને વ્યારામાં અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. 

ઓનલાઇન શિક્ષણ લેતી હતી સગીરા 
હાલમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી સગીરા ઘરે રહીને જ ભણતી હતી,શિક્ષણના પાઠ ભણવા સાથે સગીરાએ પ્રેમના પાઠ ઓનલાઈન ભણવાની શરૂઆત કરતા તેના દુષપરિણામ સામે આવ્યા છે, ઇન્સ્ટાગ્રામ પર સુરતમાં રહેતા 19 વર્ષીય મજુર યુવાન દર્શન રાઠોડ ને દિલ દઈ બેઠેલી યુવતી નાદાનીમાં ઘર છોડીને યુવાન સાથે જ જતી રહી હતી. જેને લઈને માતાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરતા પોલીસે 5 દિવસ બાદ સગીર યુવતી અને યુવકને શોધીને યુવક વિરુધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો છે

ઇન્સ્ટા દ્વારા આવ્યો સંપર્કમાં 
સુરતમાં રહેતો દર્શન નામનો યુવક સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યો હતો. ઓનલાઇન ભણતર ચાલતા સગીરાની માતાએ તેને સ્માર્ટફોન અપાવ્યો હતો જેના થકી તે સોશ્યલ મિડીયા વાપરતી હતી. 5 મહિના સુધી આરોપી યુવક અને સગીરા વચ્ચે વાત ચાલતી રહી અને આ 5 મહિના દરમિયાન જ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને ભોળવી હતી. સગીરાને વિશ્વાસમાં લઇને દર્શન નામના આ યુવકે તેને કહ્યું હતુ કે તે તેનું ઘર છોડી દે અને તેની સાથે આવી જાય. સગીરા પણ તેની વાતમાં આવી જતાં ઘરેથી ભાગી ગઇ હતી અને તેની સાથે રહેવા લાગી હતી. 

જેલ ભેગો થયો યુવક 
લગ્ન કરવાની ઉંમર ન હોવા છતાં યુવકે સગીરાને લગ્ન માટે ઘરેથી ભગાડીને અપરાધ કર્યુ હતુ. જે બાદ પોલિસે તે બંનેને 5 દિવસના અંતે ઝડપી પાડ્યા હતા અને યુવકને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ