ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Navratri private detectives ahmedabad vadodara rajkot surat gujarat

જાસૂસી / ખેલૈયાઓ નવરાત્રીમાં થઇ જજો સાવધાન, ગરબા સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ કરશો તો ભાંડો ફૂટશે, કારણ કે...

Published By: Hiren

Last Updated: 11:56 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવલી નવરાત્રીમા ગરબાની રમઝટની સાથે જાસુસી એજન્સીઓ પણ સક્રીય થઈ છે. જે ગરબા સિવાય અન્ય કોઈ પ્રવૃતીઓમા જોડાશે તે તેનો ભાંડો ફૂટશે, કારણ કે ટ્રેડીશનલ ડ્રેસમાં ડિટેકટીવ તમારી પર નજર રાખી રહ્યા છે.

ADVERTISEMENT

ગુજરાતમા નવરાત્રીની રમઝટ ચાલી રહી છે. ખેલૈયાઓ ગરબાની તાલમા ઠનગની રહ્યા છે. આ નવરાત્રીની અવસરમા જાસુસોની નજર છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમા જાસુસો એક્ટીવ થયા છે. મા-બાપ પોતાના સંતાનો, પતિ પોતાની પત્ની અને મંગેતર પોતાની મંગેતર, જ્યારે પ્રેમી પ્રેમિકા પર જાસુસી કરાવી રહ્યા છે. આ નવરાત્રીની રાતમાં પોતાની સંગની શું કરે છે, કોઈ બીજા પ્રેમી સાથે તો નથી ફરતી તેવી શંકાથી પિડાતા પતિઓ જાસુસી કરાવી રહ્યા છે. જ્યારે મા-બાપ પણ પોતાની દિકરો કે દિકરી ખોટી સોબતમાં તો નથી તેની જાણકારી માટે જાસુસી કરાવી રહ્યા છે.

અમદાવાદમા ડિટેક્ટીવ એજન્સીઓ સૌથી વધુ સર્તક છે. હાલ નવરાત્રીમા 30 ટકા માતા-પિતા પોતાના બાળકોની જાસુસી કરાવી રહ્યા છે જ્યારે 70 ટકા પતિ-પત્ની પોતાના પાટનરની જાસુસી કરાવી રહ્યા છે. એક ડિટેકટીવ પાસે તો અત્યારથી જ 100થી વધુ કેસો જાસુસી માટે આવ્યા છે.

ફિયાન્સે જાસુસીની મદદથી ફિયાન્સીને પ્રેમી સાથે ઝડપી

ડિટેક્ટીવ એજન્સીઓની વાત કરીએ સગીર દિકરો ડ્રગ્સ કે દારૂની રવાડે ચઢી તો નથી રહ્યા. જ્યારે દિકરી કોઈ ખોટા મિત્ર સાથે ફસાઈ તો નથી. જેને લઈને મા-બાપ ખૂબ જ ચિંતા કરતા હોય છે. નવરાત્રીના અવસેર સૌથી વધુ એનઆરઆઈ અને ફિયાન્સ પોતાની ફિયાન્સીની જાસુસી કરાવતો હોવાના કિસ્સાઓ વધ્યા છે. એક ફિયાન્સે જાસુસીની મદદથી ફિયાન્સીને પ્રેમી સાથે ઝડપી લીધી હોવાની કિસ્સો બહાર આવ્યો છે. નવરાત્રીના અવસરે ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ પ્રેમના તાલે પણ રમતા હોય છે. જેથી ડિટેક્ટીવની એક ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં જાસુસી કરીને તેમનો ભાંડો ફોડી રહી છે. આ જાસુસોના ઈલેક્ટોનિક્સ સાધનો દરેક પાર્ટી પ્લોટમા લગાવી દીધા છે. જેના આધારે દરેક જાસુસી એજન્સીઓ પોતાના સબજેક્ટની માહિતી આપ-લે કરતી હોય છે.



દરેક ખેલૈયાઓએ ચેતવું...

નવરાત્રીમા સુરક્ષાને લઈને પોલીસતો સર્તકત છે. પરંતુ પરિવારની શંકાને લઈને હવે તો જાસુસો પણ સક્રીય થયા છે. તો દરેક ખેલૈયાઓએ ચેતવું, સંતાનોને વિચારવુ કે મા-બાપે જાસુસો તો નથી રોક્યા. જ્યારે યુવતી કે યુવકે પણ વિચારવુ કે પોતાનો પાટનર જાસુસોની મદદથી તેની પર નજર તો નથી રાખતો. નવરાત્રીમા સંબંધોમા વિશ્વાસ તુટવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે કહેવાય છે કે નવરાત્રી હવે સંબંધોની જાસુસીનો પર્વ બની રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Garba Navratri gujarat private detectives ગુજરાત જાસૂસી નવરાત્રી Spying

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ