ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પીરિયડ લીવ લેવા પર મહિલાઓનો પગાર નહીં કપાય, સરકારે જાહેર કર્યો આદેશ

નેશનલ / પીરિયડ લીવ લેવા પર મહિલાઓનો પગાર નહીં કપાય, સરકારે જાહેર કર્યો આદેશ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:02 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Period leave: મહિલાઓને માસિક પેઇડ પીરિયડ લીવ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે બુધવારે એક સત્તાવાર આદેશ જારી કર્યો હતો.

ADVERTISEMENT

Period leave: કર્ણાટક સરકારે 18 થી 52 વર્ષની તમામ નોકરી કરતી મહિલાઓ માટે માસિક એક દિવસની રજા ફરજિયાત આપવાનો આદેશ કર્યો છે. આ આદેશ કાયમી, કરાર આધારિત અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને લાગુ પડે છે.

કર્ણાટક મંત્રીમંડળે ઓક્ટોબરમાં કામ કરતી મહિલાઓને માસિક પેઇડ પીરિયડ લીવ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે બુધવારે એક સત્તાવાર આદેશ જારી કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, "18 થી 52 વર્ષની તમામ કાયમી, કરાર આધારિત અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા કર્મચારીઓને તેમના માસિક ચક્ર દરમિયાન દર વર્ષે 12 દિવસની પેઇડ પીરિયડ લીવ (એટલે ​​કે, દર મહિને એક દિવસ) પૂરી પાડો."

period-2-.width-800

કર્ણાટક સરકારે 12 નવેમ્બરના આ સંદર્ભમાં એક સત્તાવાર આદેશ જારી કર્યો હતો. આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી દાખવવી જોઈએ નહીં. જો હજુ પણ આદેશનું ઉલ્લંઘન થાય છે અથવા તેમના માસિક સ્રાવ દરમિયાન મહિલાઓના પગારમાં કાપ કરવામાં આવે છે તો નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે." આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહિલા કર્મચારીઓને રજા લેતી વખતે તબીબી પ્રમાણપત્ર બતાવવાની જરૂર રહેશે નહીં. મહિલાઓ કંપનીના એચઆર વિભાગને મૌખિક રીતે જાણ કરીને રજા લઈ શકે છે.

vtv app promotion

આઇટી કંપનીઓની મહિલા કર્મચારીઓને પણ રજા મળશે

આઇટી કંપનીઓમાં કામ કરતી મહિલાઓને પણ પેઇડ પીરિયડ લીવ મળશે. આ નીતિ ડૉ. સપના એસ. ઓફ ક્રાઇસ્ટ (ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી) ના નેતૃત્વ હેઠળની 18 સભ્યોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. શ્રમ વિભાગે બાદમાં આ સંખ્યા સુધારીને 12 કરી અને અંતિમ સંસ્કરણ સરકારને મંજૂરી માટે મોકલ્યું.

આ પણ વાંચોઃ શું ખરેખર 69 લાખ જેટલાં પેન્શનરોને નહીં મળે 8મું પગારપંચ? સામે આવી મોટી અપડેટ

તબીબી પ્રમાણપત્ર બતાવવાની જરૂર નથી

સરકારી આદેશ મુજબ મહિલા કર્મચારીઓએ તેમની માસિક રજાનો ઉપયોગ તે જ મહિનાની અંદર કરવો આવશ્યક છે. તેનો ઉપયોગ ન થાય, તો તેને આગામી મહિના સુધી લઈ જવામાં આવશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Period leave working women Karnataka Government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ