ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આજે આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે, IMDએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

હવામાન અપડેટ / આજે આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે, IMDએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 08:13 AM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast : સવારથી સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ADVERTISEMENT

Weather Forecast : દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાલ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અચાનક વધેલા પવન, વીજળી સાથે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિએ સામાન્ય જીવનને અસર પહોંચાડી છે. હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે સૂચવે છે કે લોકો સાવચેત રહેવાની જરૂર છે. રવિવારની રાત્રે દિલ્હી શહેરમાં અચાનક જ ભારે વરસાદ અને જોરદાર પવન સાથે વાતાવરણ બગડ્યું હતું.

8 એપ્રિલના દિવસે પણ સમાન પરિસ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાંજના સમયે પવન વધુ તેજ બનવાની આશંકા છે. જોકે, ગુરુવારથી હવામાન ધીમે ધીમે સ્થિર થવાનું અનુમાન છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ હવામાન પ્રણાલીની અસર જોવા મળી રહી છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ હવામાન પરિવર્તન પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને પશ્ચિમ રાજસ્થાન નજીક સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ છે.

આ પણ વાંચો : રાંધણ ગેસના પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય, 5 કિલોના સિલિન્ડરનો ક્વોટા બમણો કરાયો

આ બંને સિસ્ટમો સાથે મળીને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર હવામાન પ્રવૃત્તિ સર્જી રહ્યા છે. મંગળવારે તેની સૌથી વધુ અસર અનુભવાઈ હતી, પરંતુ હવે સિસ્ટમ ધીમે ધીમે પૂર્વ તરફ ખસતાં તેની અસર ઓછી થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે. 8 એપ્રિલ પછી રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ થવાનું શરૂ થશે અને અસર હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ ખસશે. 9 એપ્રિલ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સામાન્ય બનવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weather news, Orange alert India Delhi storm alert

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ