બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:22 PM, 18 October 2025
આજના યુગમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સનો દબદબો છે, અને દરેક વ્યક્તિ લોકપ્રિય થવા માટે રીલ્સ બનાવવામાં લાગેલું છે. સોશિયલ મીડિયા પર રોજબરોજ વિવિધ પ્રકારની રીલ્સ વાયરલ થતી રહે છે. ક્યારેક ડાન્સની, ક્યારેક ગીત ગાતી, પરંતુ ઘણી વખત રીલ બનાવવાની ધૂનમાં લોકો એવું કંઈક કરી બેસે છે, જે તેમના માટે જોખમી બની જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ રીલ બનાવવા માટે પોતાની સાડીમાં આગ લગાવી દીધી. આ વીડિયો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને આવા જોખમી કૃત્યની નિંદા કરી રહ્યા છે.
ADVERTISEMENT
"जब आप तय कर लें कि रील बनेगी, चाहे लाइफ रहे या न रहे! 🤯"आपको क्या लगता है रील जरूरी है या जीवन (कृपया इसे नकल करने की कोशिश न करें) pic.twitter.com/Qi9S3g3JVY
— Mahesh Chandra Bhatt (@maheshb20727795) October 17, 2025
વીડિયોમાં દેખાય છે કે મહિલાની સાડીમાં આગ લાગેલી છે, આમ છતાં, મહિલા ડરવાને બદલે આગ લાગેલી સાડી સાથે ગોળ-ગોળ ફરવા લાગે છે અને તેની સાથે રમત કરે છે, જાણે કોઈ નાટકીય દૃશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હોય. પરંતુ થોડી જ સેકન્ડમાં આગ સાડીમાં ઝડપથી ફેલાય છે, અને મહિલા ગભરાઈ જઈને તાત્કાલિક સાડી ઉતારી નાખે છે. આ દૃશ્ય એટલું ભયાનક છે કે જોનારાઓના રુંવાટા ઊભા થઈ જાય. લોકોનું કહેવું છે કે થોડી સેકન્ડની વાયરલ રીલ માટે જીવને જોખમમાં નાખવો બુદ્ધિમાની નથી.
ADVERTISEMENT

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના એક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, "જ્યારે તમે નક્કી કરી લો કે રીલ બનશે, ભલે જીવ રહે કે ન રહે! તમને શું લાગે છે, રીલ જરૂરી છે કે જીવન? " આ માત્ર 12 સેકન્ડના વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, અને સેંકડો લોકોએ તેને લાઇક કર્યો છે. યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, "રીલ બનાવવાનો આટલો જુનૂન ઠીક નથી કે જીવ જોખમમાં નાખો." બીજા યુઝરે કહ્યું, "આ પાગલપણ નથી તો શું છે? થોડા લાઇક્સ અને વ્યૂઝ માટે માણસ પોતાની જિંદગી સાથે રમી રહ્યાં છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: ઢાકાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભીષણ આગ લાગી, તમામ ફ્લાઈટ કેન્સલ, જુઓ વીડિયો
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ગંભીર ચર્ચા શરૂ કરી છે. લોકો સોશિયલ મીડિયા ફેમની દોડમાં સુરક્ષાને નજરઅંદાજ કરવાની વૃત્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા યુઝર્સે એવી ટિપ્પણી કરી કે આવા જોખમી સ્ટંટથી ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકાય છે, પરંતુ અન્ય લોકોને પણ આવું કરવાની પ્રેરણા મળી શકે છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. આ વીડિયો એક ચેતવણી તરીકે સામે આવ્યો છે કે વાયરલ થવાની લાલચમાં સલામતી સાથે ચેડાં ન કરવા જોઈએ. રીલ બનાવવાની દોડમાં જવાબદારી અને સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.