બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સુધરી ગયા અમેરિકા સાથે સંબંધો! ટ્રમ્પે મિત્ર ગણાવતાં PM મોદીએ પણ કર્યું ટ્વિટ, સોશિયલ મીડિયામાં વાયરલ
Last Updated: 10:17 AM, 6 September 2025
ટેરિફ વોરના મામલે ભારતના અમેરિકા સાથેના સંબંધો સુધરી રહ્યાં છે. આજે બે મોટી ઘટના બની હતી. પહેલા યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યાં હતા જે પછી તરત પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
ADVERTISEMENT
PM Modi (@narendramodi) posts, "Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties. India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.' pic.twitter.com/dTnurQIvMM
— Press Trust of India (@PTI_News) September 6, 2025
પીએમ મોદીએ શું ટ્વિટ કર્યું
ADVERTISEMENT
ટ્રમ્પના વખાણ બાદ પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર ટ્રમ્પની લાગણીઓ અને સકારાત્મક વિચારની દિલથી કદર કરું છું. ભારત અને અમેરિકા ખૂબ સકારાત્મક અને આગળ પડતાં વૈશ્વિક ભાગીદાર છે.
ADVERTISEMENT
ટ્રમ્પે કર્યાં પીએમ મોદીના વખાણ
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું હતું કે, 'ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે. તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જો કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.